Get The App

બદનામ કરવાની ધમકી આપી આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં મહિલાને 7 વર્ષની સખતકેદ

આર્થિક મદદ બંધ કરતા વરાછાના મુકેશ લોઢીયાએ 'મારા મોતનું કારણ પારૃલ સોની રાણીગા છે, તેને માફ નહી કરતા' લખી આપઘાત કર્યો હતો

સમાજના નાતે આર્થિક મદદ કરનારને આડાસબંધના નામે

Updated: Mar 15th, 2025


Google News
Google News
બદનામ કરવાની ધમકી આપી આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં મહિલાને 7 વર્ષની સખતકેદ 1 - image


 સુરત

આર્થિક મદદ બંધ કરતા વરાછાના મુકેશ લોઢીયાએ 'મારા મોતનું કારણ પારૃલ સોની રાણીગા છે, તેને માફ નહી કરતા' લખી આપઘાત કર્યો હતો

સજામાં પ્રોબેશનની માંગ નકારી કોર્ટે કહ્યુંગુનાની ગંભીરતા જોતા સમાજમાં વિપરીત અસર પડે તેમ છે

      

નવ વર્ષ પહેલાં સામાજિક સંબંધના નાતે ઘરખર્ચ માટે આર્થિક મદદ બંધ કરવાના કારણે હોટેલમાં વીડીયો બનાવીને મરનારને સમાજમાં બેઆબરુ કરવાની વારંવાર ધમકી આપીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપનાર આરોપી મહીલાને મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.ટી.વચ્છાણીએ ઈપીકો-383,384માં શંકાનો લાભ તથા ઈપીકો-306ના ગુનામાં દોષી ઠેરવી સાત વર્ષની સખ્તકેદ,રૃ.10 હજાર દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારી છે. મહીલાએ સજામાં પ્રોબેશનનો લાભ આપવા કરેલી માંગને કોર્ટે નકારી કાઢી છે.

વરાછા લંબે હનુમાન રોડ સ્થિત  સંતોષનગરમાં રહેતા ફરિયાદી ભાવેશ મુકેશભાઈ લોઢીયાએ ગઈ તા.28-10-2016ના રોજ પોતાના પિતા મુકેશભાઈ લોઢીયાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા સુધી ત્રાસ આપવા બદલ મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેંટી ગામના વતની 32 વર્ષીય  આરોપી પારૃલબેન  અનુભાઈ રાણીંગા(રે.સ્વર્ગ રેસીડેન્સી,પુણા ગામ)વિરુધ્ધ  કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના પિતા મુકેશભાઈને કોઈની સાથે આડાસંબંધ નહોતા.પરંતુ એકાદ વર્ષ પહેલાં પોતાના સમાજની યુવતિ પારૃલબેન રાણીંગાની ઘરની આર્થિક સ્થિતિ નબળી હોઈ ઘરખર્ચ માટે મદદ કરતાં હતા. પણ આરોપીએ આડાસબંધ ન હોવા છતા સમાજમાં  બેઆબરુ કરવાની ધમકી આપતા આર્થિક મદદ કરવાનું બંધ કર્યું હતુ. જેથી આરોપી મહીલાએ મુકેશભાઈને ફોન કરીને વારંવાર માનસિક તાણ આપતાં આરોપી પારૃલબેનના રહેણાંક ઘરે જઈને ગઈ તા.12-10-2016ના રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે સ્યુસાઈડ નોટમાં તમામ હકીકત લખીને પોતાના મોત માટે પારૃલ રાણીંગા જવાબદાર હોઈ તેને માફ ન કરવા જણાવતા કાપોદ્રા પોલીસે પારુલબેનની ધરપકડ કરી હતી.

આ કેસની કાર્યવાહીમાંઆરોપીના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદીએ દ્વેષભાવથી પાછળથી ઉભા કરેલા ખોટા પુરાવાના આધારે ગુનામાં ખોટી રીતે  સંડોવણી કરી હોવાનો બચાવ લીધો હતો. મરનારની સ્યુસાઈડ નોટ તથા નોટબુકના પુરાવા પાછળથી ઉભા કર્યા છે. હસ્તાક્ષર નિષ્ણાંતને સાક્ષી તરીકે તપાસ્યા નથી. કોલડીટેલ્સ,ડીવીડી પેનડ્રાઈવના  પુરાવા સંદર્ભે ભારતીય પુરાવા અધિનિયમની કલમ-65(બી)નું પ્રમાણપત્ર રજુ ન કરવા તથા પંચો સમક્ષ પંચનામુ કરી સીલ કરી કબજે લેવામાં ન આવ્યું નથી.પહેલાં વરાછા પોલીસમાં અકસ્માત મોત ત્યારબાદ કાપોદરા પોલીસમાં ટ્રાન્સફર કરીને  દ્વેષભાવથી ફરિયાદ કરી હોઈ આરોપીને નિર્દોષ ઠરાવવા માંગ કરી હતી.

જ્યારે સરકારપક્ષે એપીપી કુ.વર્ષા પંચાલે કુલ 14 સાક્ષી તથા 24 પુરાવા રજુ કરીને જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ મરણ જનાર પાસે ખંડણી માંગવા તથા આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી છે.  મરનારની સ્યુસાઈડ નોટ અને નોટબુકના લખાણ બંને એક વ્યકિતાના હોવા અંગે એફએસએલનો પુરાવો રજુ કર્યો છે.આરોપીને મરનારે રૃ.2.27 લાખની મદદ કરી હતી.પરંતુ મરનારે આરોપીની વીડીયો ક્લીપ જોતાં મદદ કરવાનું બંધ કરતાં નાણાં પડાવવા માટે આરોપીએ સમાજમાં બદનામ કરવાની વારંવાર ધમકી આપતાં આત્મહત્યા કરી હોવાનું સાક્ષીઓએ  જણાવ્યું  છે. કોર્ટે આરોપી  પારૃલબેન રાણીંગાને ઈપીકો-306ના ગુનામાં દોષી ઠેરવી સાત વર્ષની સખ્તકેદ તથા દંડ અને અન્ય ગુનામાં શંકાનો લાભ આપ્યો હતો. આરોપીના બચાવપક્ષે પોતે સ્ત્રી આરોપી હોઈ સજામાં પ્રોબેશનનો લાભ આપવા માંગ કરી હતી.જેને કોર્ટે સ્વવિવેકાધીન સત્તા વાપરવાનો ઈન્કાર કરી નકારી કાઢતા જણાવ્યું હતું કે આરોપીની વિરુધ્ધ ગંભીર ગુનો પુરવાર થયો હોઈ ગુનાની ગંભીરતા જોતાં સજામાં પ્રોબેશન આપવાથી સમાજમાં  વિપરિત અસર પડે તેમ છે.


Tags :
suratcourt

Google News
Google News