Get The App

વડોદરામાં માણેજા ક્રોસિંગ પાસે કારમાં આગ લાગતા મહિલાનો બચાવ, ટ્રાફિક જામ

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
વડોદરામાં માણેજા ક્રોસિંગ પાસે કારમાં આગ લાગતા મહિલાનો બચાવ, ટ્રાફિક જામ 1 - image

Vadodara Fire : વડોદરામાં માણેજા વિસ્તારમાં આજે સવારે એક સીએનજી કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારચાલક મહિલાનો બચાવ થયો હતો. 

આરવી પરમાર નામની મહિલા સવારે 10:30 વાગે મારુતિ વેગન-આર કાર લઈને માણેજા ક્રોસિંગ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન કારના બોનેટ સાઈડ થી ધુમાડા નીકળતા મહિલા તરત જ કાર સાઇડ પર લઈને નીચે ઉતરી ગઈ હતી. 

આ સાથે જ થોડી વારમાં આખી કાર ભડભડ આગમાં લપેટાઈ ગઈ હતી. બનાવને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસ પણ દોડી આવી હતી અને ફાયર બ્રિગેડે. આગ કાબુમાં લીધી હતી.


Google NewsGoogle News