Get The App

મોરબી નજીક હોટલમાં મહિલાને ઘેની પ્રવાહી પીવડાવી 2 શખ્સો દ્વારા દૂષ્કર્મ

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
મોરબી નજીક હોટલમાં મહિલાને ઘેની પ્રવાહી પીવડાવી 2 શખ્સો દ્વારા દૂષ્કર્મ 1 - image


પીડિત મહિલા સહિત 3 શખ્સોએ દૂષ્કર્મના ગુના સંડોવી દેવાની ધમકી આપીને રૂા. 15 લાખ પડાવી લેવા પ્રયાસ કર્યાની વળતી ફરિયાદથી ચકચાર

મોરબી, : રાજકોટ રહેતી પરિણીતાને કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી બે ઇસમોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જયારે સામાપક્ષે આરોપીએ ભોગ બનનાર મહિલા સહિત ત્રણ ઇસમો વિરૂદ્ધ દુષ્કર્મ જેવા ગંભીર કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પંદર લાખ જેટલી રકમ કઢાવવા ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે.

હાલ રાજકોટ ખાતે રહેતી પરિણીતાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી જયદીપ જેરામભાઈ ડાભી (રહે. ભડિયાદ) અને મિતેશ ભટ્ટ (રહે. વીરપર)એ વાંકાનેર હાઈ-વે પર રફાળેશ્વર ગામ નજીક આવેલ ભવ્ય હોટેલ ખાતે કોલ્ડ્રીંકસ પીવડાવી હોટેલના રૂમમાં પરિણીતા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આરોપી જયદીપ ડાભીએ ફોટો અને વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં  પરિણીતાની દીકરીને ઉપાડી જવાની ધમકી આપી બ્લેકમેલ કરી મરજી વિરૂદ્ધ અવારનવાર શરીર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

જયારે સામાપક્ષે જયદીપ જેરામભાઈ ડાભીએ આરોપી મેહુલ ગઢવી (રહે. મોરબી), દીપકભાઈ વદર  (રહે. જુનાગઢ) અને ભોગ બનનાર પરિણીતા એમ ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આજથી વીસેક દિવસ પૂર્વેના સમયગાળા દરમિયાન આરોપીઓએ ધમકી આપી હતી. જેમાં ભોગ બનનાર મહિલા સાથે મૈત્રી સંબંધ હોવાનું મનદુ:ખ રાખી આરોપી મેહુલ ગઢવીએ ઉપરાણું લઈને ત્રણેય આરોપીઓએ ડરાવી ધમકાવી દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને ફરિયાદી જયદીપ ડાભી પાસેથી બળજબરીથી રૂપિયા પંદર લાખ જેટલી રકમ કઢાવવા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરમાં જાતી પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News