મોબાઇલની ટોર્ચના આધારે રાત્રે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના એક ગામમાં ઘરમાં ઊંઘતી મહિલા પર દુષ્કર્મ ગુજારી શખ્સ ફરાર થઇ ગયો હતો.
સાવલી તાલુકાના આ ગામમાં તા.18 એપ્રિલના રોજ પોતાના ઘરમાં રાત્રે ઊંઘતી હતી ત્યારે સાવલીમાં રહેતો પ્રેમ રાજેન્દ્ર ભાલીયા અંધારામાં ઘરમાં પ્રવેશ્યો હતો અને મહિલાનો હાથ પકડી લીધો હતો. પ્રેમના હાથમાં મોબાઇલ હતો, અને ટોર્ચ લાઇટ ચાલુ હતી. મહિલા જાગી જતા પ્રેમે મહિલાને બળજબરીપૂર્વક જમીન ઉપર પાડી દઈ બુમો ના પાડી શકે તે માટે તેણે મહિલાનું મોઢું દબાવી દીધું હતું. દુષ્કર્મ આચર્યા બાદ પ્રેમ રાજેન્દ્રભાઇ ભાલીયા નાસી છુટ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.