Get The App

ઇચ્છાપોરમાં ડમ્પર અડફટે મોપેડ સવાર મહિલા પોલીસકર્મીનું મોત

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ઇચ્છાપોરમાં ડમ્પર અડફટે મોપેડ સવાર મહિલા પોલીસકર્મીનું મોત 1 - image


- ડી.સી.પી ઓફિસ ખાતે મિટીંગમાં જતી વખતે હેડ કોન્સ્ટેબલ પ્રેમિલા નિનામાને જીવલેણ અકસ્માત નડયો

સુરત,:

ડી.સી.પી ઓફિસ ખાતે મિટીંગમાં આવતી વખતે ઇચ્છાપોર રોડ આજે   સવારે ડમ્પરે મોપેડને એડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા મહિલા પોલીસકર્મીનું મોત નીંપજયું હતું.

 નવી  સિવિલથી મળેલી વિગત મુજબ મુળ મહેસાગરમાં સંતરાજીપુરના વતી અને હાલમાં ઇચ્છાપોરમાં કવાસગામમાં ધર્મનંદન રો હાઉસમાં રહેતી ૩૧ વર્ષીય પ્રેમિલા નિનામા શહેરમાં પોલીસના ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતી. જયારે આજે સવારે તે મોપેડ પર ડી.સી.પી ઓફિસ ખાતે મિટીંગમાં આવવા નીકળ્યા હતા. તે સમયે ઇચ્છાપોર રોડ ઓ.એન.જી.સી બ્રીજ નજીક પુરપાટ હંકારતા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે  અડાજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અંગે ઇચ્છાપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News