Get The App

દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત, સામે આવ્યું ચોંકાવનારું કારણ

Updated: Jan 21st, 2025

GS TEAM


Google News
Google News
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત, સામે આવ્યું ચોંકાવનારું કારણ 1 - image


Daman News: દમણમાં બે બાળકોના મોત મામલે મોટો ખુલાસો થયો છે. બાલ્કનીમાંથી પડી જવાથી નહીં પરંતુ બંને બાળકોના મોત માતાએ તેને નીચે ફેંકી દેવાથી થયા છે. આ અંગે પોલીસે બાળકોની માતા સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. વધુ તપાસ ચાલી રહી છે.

મંગળવારે પોલીસે જણાવ્યું હતું કે, 21 જાન્યુઆરી 2025એ લગભગ રાત્રે 12:35 વાગ્યે CHC મોટી દમણથી એક કોલ આવ્યો, જેમાં જણાવાયું કે, બે બાળકો એક બિલ્ડિંગના ચોથા માળેથી પડ્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારી CHC, મોટી દમણ પહોંચ્યા. જ્યાં આ પુષ્ટિ કરવામાં આવી કે બંને બાળકોને મૃત જાહેર કરાયા હતા. બાળકો, જે ભાઈઓ હતા. જેઓ TRV, દલવાડા, નાની દમણના નિવાસી હતા.

ઘરેલુ ઝઘડાના કારણે આ ઘટના બની હતી

દમણ પોલીસે જણાવ્યું હતું કે, મહિલા અને તેના પતિ વચ્ચેના ઘરેલુ ઝઘડાને કારણે આ ઘટના બની હતી. આરોપી સીમા યાદવે તેના પતિ સાથે ઝઘડો કર્યા પછી તેના ત્રણ વર્ષથી ઓછી ઉંમરના બે પુત્રોને તેના ફ્લેટની બાલ્કનીમાંથી ફેંકી દીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, નાની દમણના કડૈયાના કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 103 હેઠળ બાળકોની માતા સીમા યાદવ પર FIR સંખ્યા 04/2025 દાખલ કરાઈ છે. તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે, પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જ્યારબાદ આરોપી મહિલાએ બંને બાળકોને એક બાદ એક બાલકની પરથી ફેંકી દીધા. પછી તેણે ખુદ કૂદવાનો પ્રયાસ કર્યો, પરંતુ પતિએ તેને પકડી લીધી. આરોપી મહિલાની ધરપકડ કરી લેવાઈ છે અને આગળની તપાસ કરાશે.

Tags :