આણંદમાં એંગેજમેન્ટ પ્રસંગે ગયેલી વડોદરાની મહિલાને રીક્ષામાં લૂંટી લીધી
Vadodara : આણંદમાં વિવાહ પ્રસંગે ગયેલી વડોદરાની એક મહિલાને રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેઠેલા લૂંટારાઓએ લૂંટી લીધી હોવાનો બનાવ બન્યો છે.
વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં આર્ય કન્યા નજીક રહેતા કાંતાબેન પટેલના કુટુંબમાં એંગેજમેન્ટનો પ્રસંગ હોવાથી તેઓ ગઈ તા.20મીએ વડોદરાથી આણંદ ગયા હતા અને નવા બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસી મેરેજ હોલ ઉપર જવા નીકળ્યા હતા.
આ વખતે રિક્ષામાં બે મુસાફર બેઠેલા હતા. થોડી દૂર જતા રીક્ષા ચાલે કે ત્રીજા એક મુસાફરને પણ બેસાડ્યો હતો. વચ્ચે મુસાફરોએ મહિલાને બેગ પાસે મૂકી દેવા કહ્યું હતું જેથી તેણે બેગ નીચે મૂકી હતી. ત્યારબાદ રીક્ષા ચાલકે મહિલાને ગોપાલ ચાર રસ્તા પાસે ઉતારી દીધી હતી.
થોડીવાર બાદ મહિલાને શંકા જતા બેગ ચેક કરી તો કપડામાં મુકેલુ પસૅ ગાયબ હતું. જેમાં રોકડા રૂ.અઢી હજાર તેમજ આઠ તોલા દાગીના મુકેલા હતા. જેથી મહિલાએ આણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.