Get The App

દિલ્હી પોલીસે ઝડપેલા ડ્રગ્સ સંદર્ભે સુરતના સૈયદપુરાની મહિલાની અટકાયત

મહારાષ્ટ્રનો ફૈઝલ શેખ કસોલથી 807 ગ્રામ ચરસ લાવતા દિલ્હી સ્ટેશનથી ઝડપાયા બાદ તેની પુછપરછમાં મહિલાનું નામ ખુલ્યું હતું

મહિલાના પુત્રની પણ છ મહિના અગાઉ મુંબઈ પોલીસે એમ.ડી.ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરી હતી

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
દિલ્હી પોલીસે ઝડપેલા ડ્રગ્સ સંદર્ભે સુરતના સૈયદપુરાની મહિલાની અટકાયત 1 - image



- મહારાષ્ટ્રનો ફૈઝલ શેખ કસોલથી 807 ગ્રામ ચરસ લાવતા દિલ્હી સ્ટેશનથી ઝડપાયા બાદ તેની પુછપરછમાં મહિલાનું નામ ખુલ્યું હતું

- મહિલાના પુત્રની પણ છ મહિના અગાઉ મુંબઈ પોલીસે એમ.ડી.ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરી હતી


સુરત, : દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી સ્ટેશન ઉપરથી મહારાષ્ટ્રના યુવાનને 807 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધા બાદ તેની પુછપરછના આધારે બે દિવસ અગાઉ સુરતના સૈયદપુરા વિસ્તારની મહિલાની અટકાયત કરી દિલ્હી લઈ ગઈ હતી.મહારાષ્ટ્રનો યુવાન સુરતની મહિલાને ડ્રગ્સની ડિલિવરી આપવાનો હતો.ઉલ્લેખનીય છે કે મહિલાના પુત્રની પણ છ મહિના અગાઉ મુંબઈ પોલીસે એમ.ડી.ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ દિલ્હી સ્ટેશન ઉપરથી મહારાષ્ટ્રના ફૈઝલ શેખને 807 ગ્રામ ચરસ સાથે ઝડપી લીધો હતો.પોલીસે તેની પુછપરછ કરતા તે ચરસ હિમાચલ પ્રદેશના ડ્રગ્સના સ્વર્ગ ગણાતા કસોલથી લાવ્યો હતો અને તેની ડિલિવરી તે સુરતની અસમાબાનુ અન્સારીને આપવાનો હતો તેવી કબૂલાત કરી હતી.આથી દિલ્હી પોલીસની એક ટીમ બે દિવસ અગાઉ સુરત આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી સૈયદપુરા રાહત મહોલ્લામાં રહેતી 45 વર્ષીય અસમાબાનુ ઈમદાદઅલી અન્સારીની અટકાયત કરી તેના ટ્રાન્ઝીસ્ટ રીમાન્ડ મેળવી તેને દિલ્હી લઈ ગઈ હતી.

દિલ્હી પોલીસે ઝડપેલા ડ્રગ્સ સંદર્ભે સુરતના સૈયદપુરાની મહિલાની અટકાયત 2 - image

સૂત્રોના જણાવ્યા મુજબ અસમાબાનુનો પુત્ર પણ ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલો છે.મુંબઈ પોલીસે છ મહિના અગાઉ તેના પુત્રની એમ.ડી.ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરી હતી.


Google NewsGoogle News