Get The App

યુકેમાં વર્ક પરમિટ ના નામે સુખપરની મહિલા સાથે 19.55 લાખની ઠગાઇ

Updated: Feb 20th, 2025

GS TEAM


Google News
Google News
યુકેમાં વર્ક પરમિટ ના નામે સુખપરની મહિલા સાથે 19.55 લાખની ઠગાઇ 1 - image


ગુજરાતીઓને વિદેશ જવાની ઘેલછા વચ્ચે

ભુજના શ્રીજી ઇમિગ્રેશનના કન્સલ્ટન્ટ અને તેમની પત્ની સામે ફરિયાદ 

ભુજ: ગુજરાતીઓમાં વિદેશ જવાની વધી રહેલી ઘેલછા વચ્ચે ઇમીગ્રેશન કન્સલ્ટન્ટ્સ દ્વારા જોબ વર્ક પરમિટ અપાવવાના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. તેવામાં ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા મહિલાને યુકેમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને રૂપિયા ૧૯ લાખ ૫૫ હજારની છેતરપીંડી કરવામાં આવતાં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભુજના શ્રીજી ઇમીગ્રેશનના અધિકૃત દંપતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

સુખપર ગામે જુનાવાસમાં લોહાણા સમાજવાડીની બાજુમાં રહેતા આરતીબેન અનિલભાઇ સોલંકી (ઉ.વ.૩૫)એ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી શ્રીજી ઇમિગ્રેશનના અધિકૃત વ્યક્તિ કેતનભાઇ સોલંકી અને તેમના પત્ની ડીમ્પલબેન સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત ૧૯ ઓગસ્ટ ૨૦૨૩થી ૧૯ ફેબ્આરી ૨૦૨૫ દરમિયાન બન્યો હતો. ફરિયાદીના પતિ સુથારી કામ કરતા હોઇ ફરિયાદી મહિલાને દોઢ વર્ષ પૂર્વે વિદેશ નોકરી અર્થે જવાનું હોવાથી તેઓ તેમના પતિ સાથે ભુજ શ્રીજી ઇમીગ્રેશનના કેતનભાઇ સોલંકીને મળ્યા હતા. તેઓએ યુકે જવું હોય તો, બધી પ્રોસેસ કરવાના રૂપિયા ૨૩ લાખ થશે તેવું જણાવીને વર્ક પરમિટ અને વિઝા અપાવી દેવાનું જણાવી ફરિયાદી મહિલા અને તેમના પતિને વિશ્વાસમાં લીધા હતા. ટેમ્પરરી વર્ક ક્રિએટીવ વર્કર તરીકે કરવાનું કહી પ્રોસેસમાં બે મહિના લાગશે તેવું જણાવ્યું હતું. યુકે જવા માટેની ફરિયાદી મહિલાએ પરિક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ આરોપીઓએ પરમિટની પ્રોસેસ માટે ફરિયાદી મહિલા પાસેથી અલગ અલગ બહાના હેઠળ રોકડ અને આરટીજીએસ મારફતે આરોપી ડીમ્પલબેનના એકાઉન્ટમાં રૂપિયા ૨૭ લાખ ૫૫ હજાર મેળવી લીધા હતા. ત્યાર બાદ ઘણા સમય પસાર થઇ જવા છતાં વિદેશ જવાનો કોઇ કંપનીનો લેટર કે વિઝા અપાવી ન હતી. જેથી ફરિયાદી મહિલાએ શ્રીજી એમીગ્રેસનની ઓફિસમાં જઇને કેતનભાઇ સાથે વાત કરતાં તેઓ અલગ અલગ બહાના બતાવીને રૂપિયા ૮ લાખ ફરિયાદીને પરત આપી બાકીના રૂપિયા ૧૯ લાખ ૫૫ હજાર પરત ન આપી ફરિયાદી મહિલાને ધાકધમકી આપી હતી. બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ કરી છે.

Tags :