વડોદરાાઃ ચેક બાઉન્સના કેસમાં કોર્ટે સજા ફટકારી હોવા છતાં મહિલા કસ્ટડીમાંથી ફરાર
વડોદરાઃ ચેક બાઉન્સના કેસમાં સજા ફટકાર્યા બાદ એક મહિલા કોર્ટમાંથી ભાગી છૂટતાં તેની સામે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
દિવાળીપુરા ખાતેની કોર્ટમાં ગઇ તા.૨ ડિસેમ્બરે ચેક બાઉન્સના કેસમાં એક મહિલાને કોર્ટે સજા ફરમાવી હતી.આ વખતે મહિલા કોર્ટમાં હાજર હતી અને તેને જ્યુ.કસ્ટડીમાં લેવામાં આવી હતી.પરંતુ ત્યારબાદ આ મહિલા ત્યાંથી ફરાર થઇ ગઇ હતી.
બનાવ અંગે કોર્ટના આદેશથી ફરાર થઇ ગયેલી વનિતા રમેશભાઇ દેશવાલ(તુલસીવન એપાર્ટમેન્ટ,ગુ.હા.બોર્ડ.મારૃતીધામ સોસાયટી પાસે,જીઆઇડીસી રોડ,માંજલપુર) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૬૨ હેઠળ તેની સામે ગુનો નોંધ્યો છે.