Get The App

અમરોલીમાં મહિલાનું મોત, 12 દિવસ પહેલા પડોશીઓએ માર માર્યો હતો

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
અમરોલીમાં મહિલાનું મોત, 12 દિવસ પહેલા પડોશીઓએ માર માર્યો હતો 1 - image


- કોસાડ આવાસમાં પાણી ભરવા મુદ્દે ઝઘડો  થતા ત્રણ મહિલાઓએ મૂઢ માર માર્યો હતો, મહિલા ઘરે દવાની ટીકડી લેતી હતી

 સુરત,:

અમરોલીમાં કોસાડ આવાસમાં ૧૨ દિવસ પહેલા પાણી ભરવા બાબતે થયેલા ઝધડામાં ત્રણ પડોશીએ મહિલાને માર માર્યો હતો. જોકે ગુરુવારે સવારે ઘરે જ અચનાક ઢળી પડતા પછી તેનું મોત થતા શંકા કુશંકાઓ સેવાતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતા ૫૦ વર્ષીય કુની ઉર્ફે કનિબેન સારથી દાસ ગુરુવારે સવારે ઘરમાં રહસ્યમંય સંજોગોમાં ઢળી પડયા હતા. જેથી ૧૦૮ને કોલ કરતા ત્યાં ધસી આવીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પોલીસને જાણ થતા ત્યાં પહોચીને કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યુ કે ૧૨ દિવસ પહેલા કોસાડ આવાસમાં કુનીના ઘરે પાસે રહેતી ગાયત્રીબેન, શ્રતિબેન, શિવરામની કુનીબેન સાથે પાણી ભરવા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં ત્રણે તેને શરીરે મુઢ માર મારતા ઇજા થઇ હતી. તેણે માત્ર દવાખાનામાં સારવાર માટે ગયા હતા. અને ઘરે માત્ર દવાની ટીકડીઓ પીતા હતા. જોકે ગુરુવારે બપોરે ઘરે અચાનક તેમની તબિયત બગડતા ઢળી પડયા બાદ મોતને ભેટયો હતો.જોકે તેના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ અને જરૃરી તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એવુ અમરોલી પોલીસ મથકના પી.આઇ પી.પી બ્રહ્મભટ્ટે કહ્યુ હતુ. સ્મીમેરમાં તેનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે તેને મગજમાં થયેલા હેમરેજના લીધે મોત થયુ હતુ. નોધનીય છે કે કુની મુળ ઓરીસ્સાના ગંજામની વતની હતી. તેને બે સંતાન છે. તેના પતિ સંચાખાતામાં કામ કરે છે.


Google NewsGoogle News