Get The App

અંજારમાં એસટી બસનું ટાયર ફરી વળતાં મહિલાનું મોત

Updated: Feb 11th, 2025


Google News
Google News
અંજારમાં એસટી બસનું ટાયર ફરી વળતાં મહિલાનું મોત 1 - image


અંજારમાં દીવાલ નીચે દબાઈ જતાં બાળકીના મોત મામલે ફરિયાદ નોંધાઈ 

ગાંધીધામ: અંજાર-આદિપુર હાઇવે પર બાઇક પરથી મહિલા નીચે પડી ગયા હતા. જે દરમિયાન પાછળ આવી રહેલી સરકારી બસનો ટાયર તેમના પર ફરી વળતાં મહિલાનું મોત થયું હતું. તો બીજી તરફ અંજારના ઓમ નગરમાં દીવાલ નીચે દબાઈ જતાં બાળકીનું મોત થયા બાબતે જેસીબી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ મુળ બિહારના હાલે નવી સુંદરપુરીમાં રહેતા અનવર દિલજાન મીયા અને તેમની પત્નિ બાઈક પર જતા હતા, તેઓ અંજાર-આદિપુર રોડ પર આવતા રાધે રિસોર્ટની સામે પસાર થતો હતા ત્યારે સરકારી એસટી બસના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી હોઈ તેમના પત્નિ બાઈક પરથી પટકાયા અને તેમના પર બસનું ટાયર ચડી જતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. પતિની નજર સામે પત્નિનું મોત થયા હોવાનો બનાવ બન્યો હતો. ગત ૨ તારીખે બનેલી આ ઘટના બાબતે સરકારી બસ નંબર જીજે ૭ વાયઝેડ ૭૩૧૩ના ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ ૩૦ જાન્યુઆરીના અંજારના ઓમનગરમાં જેસીબીના ચાલકે પુરઝડપે વાહન ચલાવતા આગળના બકેટની ટક્કરે દિવાલનો એક છેડો પડી ગયો હતો. દિવાલની પાછળ માસુમ બાળા રમતી હતી, તેના પર બ્લોક પડતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. માસુમ દિકરી રાધીકાના મોત સંદર્ભે તેના પિતા મુળ એમપીના હાલે અંજારમાં છુટક મજુરી કરતા સુભાષભાઈ તોલીયા મઈડાએ જૈસીબી નંબર જીજે ૩૪ એસ ૧૩૭૭ના ચાલક દીલીપભાઈ મુકેશભાઈ હડીયા સામે અંજાર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. 

Tags :
AnjarWoman-dies-after-ST-bus-tire-bursts

Google News
Google News