Get The App

નદીએ કપડાં ધોવા ગયેલા મહિલાનું અકસ્માતે ડૂબી જતા મોત

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
નદીએ કપડાં ધોવા ગયેલા મહિલાનું અકસ્માતે ડૂબી જતા મોત 1 - image


કાલાવડના ભાયુ ખાખરીયા ગામે

મોરબી - માળિયા નેશનલ હાઇ-વે પર ટીંબડી પાટિયા પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

જામનગર, મોરબી :  કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામમાં રહેતા પ્રૌઢ મહિલાનું નદીમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. મોરબી - માળિયા નેશનલ હાઇ-વે પર ટીંબડી પાટિયા પાસે બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત થયું હતું.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાયુ ખાખરીયા ગામમાં રહેતા શીલાબા બળદેવસિંહ જાડેજા નામના ૫૮ વર્ષના પ્રૌઢ મહિલા કે ગામની નદીએ કપડાં ધોવા માટે ગયા હતા, જ્યાં અકસ્માતે નદીના પાણીમાં પડી જતાં ડૂબી જવાથી તેઓનું મૃત્યુ નીપજયું હતું.

મૂળ હરિયાણાના વતની અને હાલ સિરામિક સીટી મોરબી ૨ ના રહેવાસી યોગેશ બરંજ શર્મા (ઉ.વ.૩૨) પોતાનું ડીલક્ષ મોટરસાયકલ લઈને ઓફિસેથી ઘરે આવતા હતા. ત્યારે મોરબી માળિયા નેશનલ હાઈવે પર ટીંબડી પાટિયા પાસે બાઈક કોઈ કારણોસર સ્લીપ થયું હતું. જેથી બાઈક ચાલક યોગેશ શર્મા પડી જતા ગુપ્ત ભાગ પાસે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News