Get The App

ફટાકડાં ફોડવા મામલે મહેસાણામાં બબાલ! ફાયરિંગમાં 2ને ગોળી વાગી, એક મહિલાનું મોત

Updated: Nov 3rd, 2024

GS TEAM


Google News
Google News
ફટાકડાં ફોડવા મામલે મહેસાણામાં બબાલ! ફાયરિંગમાં 2ને ગોળી વાગી, એક મહિલાનું મોત 1 - image

Firing Incident In Mehsana: પ્રકાશના મહાપૂર્વ દિવાળી તથા નવા વર્ષની ધામધૂમથી ઉજવણી થઈ રહી હતી. પરંતુ મહેસાણામાં આ ખુશીઓનો તહેવાર દુઃખમાં ફેરવાઈ ગયો હતો. નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી. આ નજીવી બાબતે થયેલા ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં ફાયરિંગ કરનારની પત્નીને ધક્કો લાગતા માથામાં ગભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી માહિતી અનુસાર, મળતી માહિતી અનુસાર મહેસાણામાં અભિનવ બંગ્લોઝમાં નવા વર્ષની રાત્રે ફટાકડા ફોડવાને લઈને બે પાડોશી વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ આ પાડોશીઓ વચ્ચે ઝપાઝપી થઈ જેમાં ફટાકડા ફોડી રહેલા ભગીરથ સિંહનો વિરોધ પાડોશમાં રહેતા નાયક બંકેશના પરિવારે કર્યો હતો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ત્યારબાદ ભગીરથ સિંહ રાણાએ પાંચથી છ રાઉન્ડ જેટલા ફાયર કર્યા હતાં. જેમાંથી બે ગોળી સામેના નાયક પરિવારના બે સભ્યોને વાગતા તેઓને ઈજા પહોંચી હતી. જ્યારે ઝપાઝપીમાં ભગીરથ સિંહનાં 66 વર્ષીય પત્ની સુધાબેનને ધક્કો લાગ્યો હતો. જેમ તેમને માથામાં ગભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો: ફ્લાઈટમાં બોમ્બથી ધમકી આપનારો પકડાયો, PMOથી લઈને ટોચના અધિકારીઓને પણ મોકલ્યા હતા ઈમેલ

આ ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વૃદ્ધાના મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે અને આરોપી પાસેથી બે રિવોલ્વર કબજે કરી છે.

ફટાકડાં ફોડવા મામલે મહેસાણામાં બબાલ! ફાયરિંગમાં 2ને ગોળી વાગી, એક મહિલાનું મોત 2 - image

Tags :