પતરાના મકાન ઉપર ઝાડ પડતા મહિલા દબાઈ, ત્રણ સંતાનનો બચાવ

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News


પતરાના મકાન ઉપર ઝાડ પડતા મહિલા દબાઈ, ત્રણ સંતાનનો બચાવ 1 - image

- ભારે પવનથી સુરતમાં ૩૦થી વધુ વૃક્ષો ધરાશયી

- હોડીબંગલા પાસે ગુવાડીયા ફળિયામાં પરિવાર સૂતો હતો ત્યારે વહેલી સવારે ઘટના : સોમવારે ૧૪, મંગળવારે ૧૭ વૃક્ષ તૂટયા

 સુરત,:

ભારે પવનને લીધે શહેરમાં વિવિધ વિસ્તારમાં બે દિવસમાં ૩૧ વૃક્ષ ધરાશાયી થતા ફાયરજવાનો સતત દોડતા રહ્યા હતા. જોકે ચોકબજારના હોડીબંગલા ખાતે આજે વહેલી સવાર પતરાના કાચા મકાન ઉપર ભારે ભરખમ ઝાડ પડયુ હતું. જેથી કાટમાળ નીચે માતા દબાય જતા ફાયરે બહાર કાઢ્યા હતા. જયારે તેમના ત્રણ સંતાન સામાન્ય ઇજા થઇ હતી. બનાવના લીધે ભારે ભાગદોડ થઇ જવા પામી હતી.

ફાયર બ્રિગેડના પાસેથી મળેલી વિગત મુજબ ચોકબજાર રોડ પર હોડીબંગલા ખાતે ગુવાડીયા ફળિયામાં ૪૦ વર્ષીય શીતલબેન મેવાડા પોતાના ત્રણ સંતોનમાં  પુત્રી રાશિ (ઉ.વ .૧૨ ),હીના (ઉ.વ.૧૪ ) અને પુત્ર પ્રેમ (ઉ.વ.૧૭ ) સાથે પતરાના મકાનમાં આજે વહેલી સવારે સુતા હતા. તે સમયે ભારે પવનને કારણે ઝાડ તેમના મકાન ઉપર પડતા મકાન બેસી જવાથી ઝાડ તથા પતરા વચ્ચે પરિવારના ચારે સભ્યો દબાય ગયા હતા. જોકે આજુ બાજુના લોકો દોડી આવીને તેમના ત્રણ સંતાનને તરત બહાર કાઢ્યા હતા. પણ બેદ નીચે દબાયેલા શીતલબેન બહાર કાઢવો મુશકેલ હતું.  કોલ મળતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચીને રેસ્કયુની કામગીરી હાથ ધરી હતી.બાદમાં શીતલબેનને ભારે જહેમત ઉઠાવીને અડધો કલાકે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે પુત્રી રાશિને માથા અને પુત્ર પ્રેમને હાથમાં નાની મોટી ઈજા થઇ હતી. જયારે તેમના ઘરમાં કબાટ, ટેબલ, ખુરસી, ટી.વી, પંખો, ઘરવકરી સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું. આ સાથે ભારે પવનના લીધે સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારમાં સોમવારે ૧૪ ઝાડ અને મંગળવારે સાંજ સુધીમાં ૧૭ ઝાડ તુટી પડયા હતા. જેથી ફાયરજવાનો બે દિવસ સતત કામગીરી કરવા માટે દોડતા રહ્યા હતા.

Chowkbazar

Google NewsGoogle News