દિયર અવારનવાર બિભત્સ માગણી કરતો હોવાની મહિલાની ફરિયાદ
રાજકોટના માલવિયાનગર પોલીસમાં પતિ અને દિયર સામે ગુનો
પતિને ફરિયાદ કરતાં કહી દીધું મારો ભાઈ આવું કાંઇ કરે જ નહીં ઃ ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરતાં હોવાનો પણ આરોપ
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે તેના ૨૦૧૩માં લગ્ન થયા
હતા. સંતાનમાં બે બાળકો છે. તેના લગ્ન બાદ દિયરના લગ્ન થયા હતા. લગ્ન બાદ સંયુક્ત
કુટુંબમાં રહેતી હતી. લગ્નના દોઢેક વર્ષ પછી પતિએ તને કાંઇ આવડતું નથી તેમ કહી
નાની-નાની વાતમાં હેરાન પરેશાન કરવાનું શરૃ કર્યું હતું. બે બાળકોને કારણે ઘરસંસાર
તૂટે નહીં તે માટે પતિનો ત્રાસ સહન કર્યો હતો.
બે-ત્રણ વર્ષ પહેલા ઘરે ઉપરના માળે એકલી હતી ત્યારે દિયરે
આવી બિભત્સ માગણી કરી હતી. તે વખતે આ વાત કોઇને કરી ન હતી. ત્યાર પછી ઘરે જ્યારે
એકલી હોય ત્યારે દિયર બિભત્સ માગણી કરતો હતો. પરંતુ તે કોઇ જવાબ આપતી ન હતી.
પિતાની તબિયત ખરાબ રહેતી હોવાથી માવતરે પણ કોઇને ફરિયાદ કરી ન હતી. એકાદ વર્ષ
પહેલા રૃમની બહાર કામ કરતી હતી ત્યારે દિયરે હાથ પકડી લીધો હતો અને ફરીથી બિભત્સ
માગણી કરી હતી.
તે વખતે તેણે દિયરને કહ્યું કે આ વાત મારા પતિને કરી દઇશ.
જેની સામે દિયરે કહ્યું કે તું કોઇને કહીશ તો હું તને કોઇ પણ રીતે બ્લેક મેઇલ
કરીશ. જે કારણે તે ડરી જતાં આ વાતનો કોઇને કરી ન હતી. પરિણામે દિયરની હેરનગતિ
દિવસે ને દિવસે વધતી જતી હોવાથી આખરે પતિને આ વાત કરતા તેણે કહી દીધું કે આ વાત
ખોટી છે, તું જ
આવી છો, મારો ભાઈ
આવું કાંઇ કરે જ નહીં તેમ કહી તેની સાથે માથાકૂટ કરી હતી. એટલું જ નહીં મારકૂટ પણ
કરી હતી.
લગ્નથી આજ દિવસ સુધી તેને માતા-પિતા સાથે વાત કરવા સિવાય
મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા આપતા નહીં. ગઇ તા. ૧૪ નવેમ્બરના રોજ પતિને દિયર હેરાન
કરતો હોવાની ફરિયાદ કરતાં ધક્કો મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. આમ છતાં તે ઘરેથી
નીકળી ન હતી. જેથી તેના ભાઈને ફોન કરી કહ્યું કે આ ઘરની બહાર નીકળતી નથી, તમે તેને આવીને
લઇ જાવ. પરિણામે સાંજે તેના માવતર પક્ષના સભ્યો ઘરે આવ્યા હતાં અને તેને તેડી ગયા
હતાં.
તે વખતે તેણે બંને બાળકોની માગણી કરી હતી. પરંતુ પતિએ કહી
દીધું કે હું તેમને સાચવી લઇશ. ઘરે આવ્યા બાદ પિતાએ કહ્યું કે તારા દિયરે મને વાત
કરી છે કે તને બીજા કોઇ છોકરા સાથે સંબંધ છે,
જેથી તમે તેને લઇ જાવ,
અમારે તેને રાખવી નથી. આમ તેની ઉપર ખોટા આક્ષેપો કરી હેરાન-પરેશાન કરતા હોવાથી
થતી આખરે ફરિયાદ નોંધાવી હતી.