વરાછામાં લીવઇનમાં રહેતા આધેડ સાથે રકઝક બાદ મહિલાનો આપઘાત
- ડીંડોલીમાં પ્રૌઢે એસીડ ગટગટાવ્યું, યુવાને ફાંસો ખાધો, અમરોલીમાં યુવાન અને રાંદેરમાં વૃધ્ધે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
સુરત,
:
સુરતમાં
આપધાતના પાંચ બનાવમાં વરાછામાં અશ્વનિકુમાર રોડ ખાતે લીવઇનમાં રહેતા આધેડ સાથે રકઝક
બાદ મહિલા, ડીંડોલીમાં બે વ્યકિત, અમરોલીમાં યુવાન અને રાંદેરમાં
વૃધ્ધે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.
સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં અશ્વનિકુમાર રોડ પર રહેતા ૪૫ વર્ષીય શોભનાબેન ચૌધરી ગત મોડી રાતે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. સુત્રો કહ્યુ કે, શોભનાબેન છેલ્લા કેટલાક દિવસથી મિથુન નામક આધેડ સાથે પરિવારથી અલગ અન્ય ઘરમાં લીવઇનમાં રહેતા હતા. જોકે હાલમાં શોભનાબેન અને મુથન વચ્ચે રકઝક થઇ હતી. બાદમાં શોભનાબેન સતત માનસિક તાણ અનુભવતી હોવાથી આ પગલુ ભર્યુ હોવની સકયતા છે. જયારે શોભનાબેન અને મિથુન રોલ પોલીસનું કામ કરતા હતા. પણ હાલમાં શોભનાબેન કામ કરતી ન હતી. તેને બે ભાઇ છે.
બીજા બનાવમાં ડીંડોલીમાં જલારામ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય પંડિત બુધા ઠાકર ગત તા.૧૩મીએ સવારે ઘરમાં એસીડ ગટગટાવી જતાસારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ગત બપોરે તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતું. પોલીસે કહ્યુ કે, પંડિત મુળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતા. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તે બોમ્બે માર્કેટ ખાતે વચોમેનનું કામ કરતા હતા. જયારે તેમને યોગ્ય કામ નહી મળતા તે ડિપ્રેશનમાં રહેતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. ત્રીજા બનાવમાં મુળ મહારાષ્ટ્રનો વતની અને હાલમાં ડીંડોલીમાં ઠાકોરનગરમાં રહેતો ૩૬ વર્ષીય મોરેશ્વર હેરાજી નંદનવાર આજે શુક્રવારે વહેવી સવારે કોઇ કારણસર ટેન્શનમાં રસોડામાં પંખા સાથે પરદો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે સંચાખાતામાં કામ કરતો હતો.
ચોથા બનાવમાં અમરોલીમાં કોસાડ ખાતે એસ.એમ.સી આવાસમાં રહેતો ૩૨ વર્ષીય મુક્તાર મૈકુદીન શેખ ગત સાંજે ઘરમાં કોઇ કારણસર પંખા સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે મુળ મહારાષ્ટ્રનો વતની હતો. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે છુટક કામ કરતો હતો. પાંચ બનાવમાં રાંદેરમાં પાલનપુર પાટીયા ખાતે દિનદયાળ સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય નરેન્દ્રભાઇ ગોવિંદભાઇ રાંદેરીયા આજે શુક્રવારે સવારે ઘરમાં અગમ્ય કારણસર રસોડામાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર હીરામાં કામ કરે છે. તે નિવૃત જીવન ગાળતા હતા.