પોસ્ટ વિભાગના ટપાલીના પુત્રની કરતૂત: કાર લોનના બહાને સુરતના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે રૂ. 7 લાખની છેતરપિંડી

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
પોસ્ટ વિભાગના ટપાલીના પુત્રની કરતૂત: કાર લોનના બહાને સુરતના ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે રૂ. 7 લાખની છેતરપિંડી 1 - image




- હે. કો પંકજ ડામોરનું નાનપુરા એસબીઆઇનું સેલેરી ખાતું પણ બારોબાર પાંડેસરા શાખામાં ટ્રાન્સફર કરાવી દીધુઃ લોન મંજૂર કરાવી રૂપિયા બારોબાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા

- બે દિવસમાં રૂપિયા ઉપાડીને આપી દઇશ એમ કહી ધક્કે ચડાવ્યો, પિતાએ શરૂઆતમાં રૂપિયા આપી દેશે એમ કહ્યા બાદ પોલીસમાં છો તો રોફ બતાવો છો એમ કહી પો. કમિશ્નરને ફરિયાદ કરી નોકરીમાંથી કઢાવવાની ધમકી આપી

સુરત

સુરત શહેર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલને કાર લોન અપાવવાના બહાને બારોબાર સેલેરી ખાતું નાનપુરાની એસબીઆઇ શાખામાંથી પાંડેસરાની શાખામાં ટ્રાન્સફર કરાવવા ઉપરાંત લોનના રૂ. 7 લાખ બારોબાર ઉપાડી લઇ છેતરપિંડી કરી ધક્કે ચડાવનાર ઠગ એજન્ટ એવા પોસ્ટ વિભાગના ટપાલીના પુત્ર વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.


સુરત શહેર ટ્રાફિક પોલીસના રિજીયન 3 માં ફરજ બજાવતા હે. કો પંકજ માનસીંગ ડામોર (ઉ.વ. 40 રહે. પીપલોદ પોલીસ લાઇન, ઉમરા ગામ) વર્ષ 2021 માં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતો ત્યારે લોન એજન્ટ પંકજ પ્રકાશ લોહાર (રહે. અંબિકા પાર્ક સોસાયટી, ડીંડોલી) સાથે મિત્રતા થઇ હતી. જુલાઇ 2021 માં વડોદરા તપાસ અર્થે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા પંકજ ડામોરની કાર ટોટલ લોસ થઇ ગઇ હતી. જેથી નવી કાર ખરીદવા લોન માટે પંકજ ડામોરને આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. લોહાર લોન માટેની પ્રોસેસ માટે ડામોરને પોતાની કારમાં પાંડેસરાની એસબીઆઇ શાખામાં લઇ ગયો હતો. પોતાનું સેલેરી ખાતું નાનપુરાની એસબીઆઇમાં હોવા છતા પાંડેસરાની શાખામાં કેમ એવું ડામોરે પુછતા લોહારે કહ્યું હતું કે હપ્તો નાનપુરા શાખામાંથી જ કપાશે. દરમિયાનમાં જુલાઇ 2021 ના રોજ રૂ. 7 લાખની લોન મંજૂર થયાનો અને રૂ. 16,655 અને ત્યાર બાદ રૂ. 6.80 લાખ પંકડ લોહારના ખાતામાં ટ્રાન્સફર થયાનો મેસેજ આવતા ડામોર ચોંકી ગયો હતો અને લોહારને ફોન કર્યો હતો. લોહારે બે દિવસમાં રકમ ઉપાડીને આપી દઇશ એમ કહ્યા બાદ અંગત કામમાં રૂપિયા વાપર્યા છે કહી ધક્કે ચડાવ્યા હતા. લોનનો પ્રથમ હપ્તો ડામોરના ખાતામાંથી કપાયો હતો તે રકમ તો લાહોરે ડામોરના ખાતામાં જમા કરાવી દીધી હતી પરંતુ લોનની રકમ પરત આપી ન હતી. ડામોરે બેંકમાં જઇ તપાસ કરતા નાનપુરાની શાખામાં જે સેલેરી ખાતું હતું તે ખાતું લોહારે બારોબાર પાંડેસરા શાખામાં ટ્રાન્સફર કરાવી દીધું છે. જેથી ડામોર ઉઘરાણી માટે લોહારના ઘરે ગયો હતો પરંતુ સચિન પોસ્ટ ઓફિસમાં ટપાલી તરીકે નોકરી કરતા તેના પિતાએ શરૂઆતમાં રૂપિયા આપી દેવાનું કહ્યા બાદ તેમણે પણ ધક્કે ચડાવી અમારા ઘરે કેમ આવો છો, તમે પોલીસમાં છો તો શું થયું, પોલીસનો રોફ બતાવો છો, હું પોલીસમાં ફરીયાદ કરીશ, મારે પંકજ સાથે કોઇ સંબંધ નથી એમ કહી નોકરીમાંથી કઢાવી નાંખવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News