Get The App

વડોદરાના ગાજરાવાડીમાં કાકા અને ભત્રીજી વચ્ચે ઝઘડો થતા લાકડી વડે હુમલો

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
વડોદરાના ગાજરાવાડીમાં કાકા અને ભત્રીજી વચ્ચે ઝઘડો થતા લાકડી વડે હુમલો 1 - image


Vadodara Crime : વડોદરાના ગાજરાવાડીમાં કાકા અને ભત્રીજી વચ્ચે ઝઘડો થતા લાકડી વડે સામસામે હુમલો થયો હતો બંને પક્ષને ફરિયાદ નોંધી વાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ગાજરાવાડી માળી મહોલ્લામાં રહેતી 20 વર્ષની સ્વાતિ લાલાભાઇ માળીએ પાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી સગાઈ 15 દિવસ અગાઉ અરુણ જોગી રહેવાસી વિનાયક વુડા અટલાદરા સાથે થયેલ છે. 13 મી તારીખે રાત્રે 9:30 વાગે હું મારા ઘરે હતી ત્યારે મેં મારા મંગેતર અરુણને ફોન કરીને મારા ઘરે બોલાવ્યો હતો. હું અને અરુણ ઘરમાં બેસીને વાતો કરતા હતા તે દરમિયાન ઘરની બાજુમાં રહેતા મારા કાકા કાલિદાસ શંકરભાઈ માળી આવીને મને કહેવા લાગ્યા હતા કે આને કેમ ઘરે આવવા દો છો તેમ કહી ગંદી ગાળો બોલી મને લાફો મારી દીધો હતો. તેમને મારી સાથે ઝપાઝપી કરી હતી થોડા સમય પછી મારો ભાઈ તથા તેના મિત્ર આવી ગયા હતા કાલિદાસે પોતાના ઘરમાંથી લાકડી લઈ આવી મને ડાબા ખભા પર મારી દીધી હતી. મારો ભાઈ અને તેનો મિત્ર વચ્ચે પડતા તેઓને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારા કાકી ગયા બેને મને ગાળો બોલી માર માર્યો હતો. 

જ્યારે સામા પક્ષે કાલીદાસભાઈ માળીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેં મારા ભાઈના ઘરે કોઈ અજાણ્યા યુવકને જોયો હતો. જેથી મેં મારી ભત્રીજી સ્વાતિને પૂછ્યું કે આ કોણ છે સ્વાતિ એકદમ ઉશ્કેરાઈને મને ગાળો બોલવા લાગી હતી અને ડંડો લઈ આવી મને માર મારવા લાગી હતી. મારી પત્ની વચ્ચે પડી મને છોડાવ્યો હતો. સ્વાતિનો ભાઈ તથા તેનો મિત્ર પણ આવીને મને માર માર્યો હતો. ત્યારબાદ લોકોનું ટોળું ભેગું થઈ જતા મને વધુ મારમાંથી બચાવ્યો હતો.


Google NewsGoogle News