પીઠીના કાર્યક્રમમાં ડાન્સ તેમજ છેડતીના મુદ્દે ચપ્પુથી હુમલો

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
પીઠીના કાર્યક્રમમાં ડાન્સ તેમજ છેડતીના મુદ્દે ચપ્પુથી હુમલો 1 - image


વડોદરા, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

પીઠીના કાર્યક્રમમાં ગયેલા મિત્રો વચ્ચે ડાન્સ તેમજ છેડતીના મુદ્દે ઝઘડો થતા ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાય છે.

આજવા રોડ એકતાનગર આંબેડકર નગરમાં રહેતો ભાવેશ સંતોષભાઈ સરાણીયા સ્ટોરમાં નોકરી કરે છે બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે મારા મિત્ર કેતન બાગલેની પીઠીનો કાર્યક્રમ ચાચા નહેરુ નગર પાસે આવેલ દેવ રેસીડેન્સી માં હતો તે પ્રસંગમાં હું તથા મારા મિત્રો ગયા હતા રાત્રે 10:30 વાગે તે પ્રસંગમાં હું નાસ્તો હતો તે સમયે મારાથી અજય આહીરને ધક્કો વાગતા તે મને ગાળો બોલવા લાગ્યો હતો. મેં તેને ગાળો બોલવાની ના પાડતા અજય તથા ચીકુ વાઘ આવ્યા હતા અને મને પકડી લીધો હતો. જીતુ જાદવે ચપ્પુ કાઢી મને છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી મારા નાના ભાઈએ કાકાને જાણ કરતા મારા કાકા તથા પિતા આવી ગયા હતા અને મને  હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા છે.

જ્યારે સામાન પક્ષે એસી રીપેરીંગ નો ધંધો કરતા અજય આહીરે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારા મિત્ર કેતન બાગલેની પીઠીના કાર્યક્રમમાં ગયો હતો તે દરમિયાન એક યુવતીની છેડતી કરવાના મુદ્દે ઝઘડો થતાં આનંદસરણી મારા પર હુમલો કરી માથાના ભાગે બીજા પહોંચાડી હતી.


Google NewsGoogle News