Get The App

ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં 25 ખાનગી APMCને મંજૂરી મળતાં સરકારીનું અસ્તિત્વ જોખમમાં

સરકાર જ આપી રહી છે પ્રોત્સાહન, છેલ્લા એક વર્ષમાં બે ખાનગી એપીએમસી મંજૂર કરી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં 25 ખાનગી APMCને મંજૂરી મળતાં સરકારીનું અસ્તિત્વ જોખમમાં 1 - image


Gujarat APMC News | ગુજરાતમાં સરકાર ખુદ જાણે ખાનગી એપીએમસીને પાછલા બારણે પ્રોત્સાહન આપી રહી છે. છેલ્લાં એક જ વર્ષમાં સરકારે બે ખાનગી એપીએમસીને મંજૂરી આપી છે. કૃષિજગત સાથે સંકળાયેલાં નિષ્ણાતોનું માનવુ છે કે, જો આ જ સ્થિતી રહી તો, ગુજરાતમાં સરકારી એપીએમસીનું ભવિષ્ય જોખમમાં મૂકાય તે દિવસો દૂર નથી.

ગુજરાતમાં એક પછી એક ખાનગી એપીએમસી શરૂ થઈ છે પરિણામે સરકારી એપીએમસીની દશા દયનીય છે. ઘણી એપીએમસીની આર્થિક સ્થિતી એવી છેકે, કર્મચારીઓના પગાર આપવાના નાણાં નથી. ઘણી એપીએમસીના પાટિયા પડે તેવી દશા છે. આ સંજોગોમાં સરકારે ખાનગી એપીએમસીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યુ છે.

છેલ્લાં ૧૫ વર્ષમાં જ રાજ્ય સરકારે ૨૫થી વધુ ખાનગી એપીએમસીને મંજૂરી આપી દીધી છે. કૃષિ વિભાગે વિધાનસભામાં કબૂલ્યુ છે કે, વર્ષ ૨૦૨૩માં જ વધુ બે ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે જેમાં જૈની પ્રોજેક્ટસ લી. અને અમર એગ્રો. લીમીટેડને સમાવેશ થાય છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ય વિંઝોલની સીમમાં એક ખાનગી એપીએમસી શરૂ કરાઇ છે.

ખાનગી એપીએમસી શરૂ થતાં સહકારી ક્ષેત્ર તૂંટી પડવાનો ભય ઉભો થયો છે. સાથે સાથે સહકારી ક્ષેત્રની એમપીએમસીના સેસની આવક ઓછી થશે. સહકારી એપીએમસીના કર્મચારીની નોકરી સામે જોખમ ઉભુ થશે. ખાનગી એપીએમસીમાં વેપારીઓ કાર્ટેલ રચે તો ખેડૂતોને પુરતો ભાવ પણ નહી મળે. જો આ જ સ્થિતી રહી તો,ખાનગી એપીએમસીનો રાફડો ફાટશે જયારે સરકારી એપીએમસીને ખંભાતી તાળાં વાગશે તે નક્કી છે. સરકારી એપીએમસી સામે જોખમ સર્જાયુ હોવા છતાંય ખુદ સરકારે જ ખાનગી એપીએમસીને પ્રોત્સાહન આપી રહી છે. 

ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં 25 ખાનગી APMCને મંજૂરી મળતાં સરકારીનું અસ્તિત્વ જોખમમાં 2 - image


Google NewsGoogle News