Get The App

વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોની ચિંતા વધી,શિયાળુ પાક પર મોટો ખતરો

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
વરસાદી માહોલ સર્જાતાં ખેડૂતોની ચિંતા વધી,શિયાળુ પાક પર મોટો ખતરો 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના એકાએક હવામાનમાં પલટો આવતાં ખેડૂતો માટે ચિંતા વધી છે.આગામી દિવસોમાં વરસાદ આવે તો ખેતીના પાકને મોટું નુકસાન થવાનો ભય સેવાઇ રહ્યો છે.

વડોદરા જિલ્લા ઉપરાંત ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.ધુમ્મસની સાથેસાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વરસાદની પણ શક્યતા જોવાઇ રહી છે.

જો આ પ્રકારનું વાતાવરણ લાંબો સમય ચાલશે અને વરસાદ પડશે તો આગામી દિવસોમાં ખેડૂતોની ચિંતા વધશે.જેેન કારણે ઘંઉ,તુવેર,ચણા,કપાસ અને બટાકા સહિતના પાકોને નુકસાન થશે.

હજી વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિના મારથી માંડ ખેડૂતો બેઠા થયા છે અને તેમને થયેલા નુકસાન કરતાં ખૂબ જ ઓછું વળતર મળ્યું છે ત્યાં નવી આફત આવતાં તેઓ ચિંતીત બન્યા છે.

પાદરાની કણજટ-બામણશી માઇનોર કેનાલ એક વર્ષથી બંધ હોવાથી ૧૦૦૦ થી વધુ ખેડૂતોને ફટકો

વડોદરા જિલ્માં કેનાલનું પાણી એક મહિનો મોડું મળતાં સ્થાનિક ખેડૂતો રોષે ભરાયા છે.

વડોદરા જિલ્લામાં શિયાળુ પાક માટે દિવાળી પહેલાં પાણીની જરૃરિયાત હતી.પરંતુ તે વખતે કેનાલોમાં પાણી નહતું છોડાયું.જેથી ખરા સમયે ખેડૂતોને પાણી મળ્યું નહતું અને ઘણા ખેડૂતોને નુકસાન  પણ પહોંચ્યું હતું.

તો બીજી તરફ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કણઝટ-બામણશી માઇનોર કેનાલ પણ રીપિરિંગના અભાવે એક વર્ષથી બંધ છે.માસરરોડના આગેવાન કમલેશ પરમારે કહ્યું છે કે,આ કેનાલનું સમારકામ નહિ થવાથી ૧૦૦૦ જેટલા ખેડૂતોને નુસાન વેઠવું પડે છે.


Google NewsGoogle News