જામનગર શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ : ઠંડીનો પારો પહેલીવાર 20.0 ડિગ્રીથી નીચે ઉતર્યો
image : Social media
Jamnagar Winter Season : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ગઈકાલે રાત્રે પ્રથમ વખત ઠંડીનો ચમકારો વધ્યો હતો, અને ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે ઉતરીને 19.5 ડિગ્રીએ પહોંચ્યો હતો, જેથી રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થયો હતો.
છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ઠંડીનો માહોલ જયારે બપોરે આકરો તાપ ઉપરાંત વહેલી સવારે ઝાકળનો સામનો કરવો પડી રહ્યો છે.
દરમિયાન આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું, જયારે મહત્તમ તાપમાન 33.5 ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કીમીની ઝડપે રહી હતી. હજુ ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.