લો પ્રેશરની સિસ્ટમની અસર આગામી પાંચ દિવસ સુધી સુરત જિલ્લામાં રહેશેેઃ અતિ હળવા વરસાદની આગાહી
સુરત
જિલ્લા કૃષિ-હવામાન વિજ્ઞાાન એકમે સુરત જિલ્લાની હવામાન આગાહી કરતા જણાવ્યું છે કે, માંડવી અને માંગરોળ તાલુકામાં તા.21 મી સુધીમાં આકાશ એકદમ સ્વચ્છ અને ચોખ્ખુ રહેવાની સાથે પાંચ દિવસ વરસાદની સંભાવના નથી. પરંતુ માંડવી તાલુકામાં આ દિવસોમાં કલાકના 17 થી 25 કિ.મીની ઝડપે ઉતર-પૂર્વીય પવન ફુંકાશે. જયારે સુરત શહેર અને જિલ્લાના બાકીના તાલુકામાં તા.19 મી સુધીમાં છુટોછવાયા વિસ્તારમાં હળવો વરસાદ અને ત્યારબાદ 21 સુધી અતિ હળવો વરસાદ પડશે. આ તાલુકામાં પાંચ દિવસ આકાશ મુખ્યત્વે સંર્પૂણપણે વાદળછાયુ રહેવાની સંભાવના છે. તે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વઘુ રહેશે.પવનની ઝડપમાં કોઇ પણ મહત્વપૂર્ણ ફેરફાર નથી. ખેડુતોએ ડાંગર તેમજ અન્ય પાકો જે કાપણી અવસ્થાએ હોય તેને મુલત્વી રાખવાની તથા અગાઉના દિવસોમાં કાપેલ હોય તો પાકને વ્યવસ્થિત સંગ્રહ કરી લેવાની હવામાન અભ્યાસુ અભિનવ પટેલ દ્વારા ખેડુતોને સલાહ અપાઇ છે.