IPS અભયસિંહ ચુડાસમા રાજનીતિમાં આવશે? રાજપૂત સમાજના કાર્યક્રમમાં ખુદ આપ્યો જવાબ
IPS Abhaysinh Chudasama On Politics : ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અભયસિંહ ચુડીસમાએ ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે નિવૃત્તિ બાદ રાજનીતિમાં પ્રવેશ કરવાના છે કે નહીં તેને લઈને ખુલાસો કર્યો હતો.
IPS અભયસિંહ ચુડાસમાએ કર્યો ખુલાસો
IPS અભયસિંહ ચુડાસમાએ ખુલાસો કરતાં કહ્યું કે, 'લોકો મારી નોંધ લઈને કાયમ અનુમાન લગાવતા હોય છે કે, હું ભવિષ્યમાં શું કરીશ. પરંતુ હું સ્પષ્ટ કરું છે કે, મારું ક્ષેત્ર રાજનીતિ નથી અને હું રાજનીતિમાં જવાનો નથી. આ હું નિવૃત્તિ પછી સમાજ સેવા કરીશ, એમાં પણ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્ચા રાખું છું. જેમાં હું એક ટીમ બનાવીને ગામડાઓમાં જઈશ અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરીશ.'
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અભયસિંહ ઉપસ્થિત રહીને વિવિધ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરનારા વિદ્યાર્થીઓ સહિત અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
અગાઉ અભયસિંહે કારડિયા રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં સમાજની સ્થિતિ અને એકતા અંગે વાત કરી હતી. જ્યારે છેલ્લી બે ટર્મથી એક પણ સમાજનો મંત્રી ન હોવાની સાથે રાજકીય પ્રતિનિધિત્વ ઓછું હોવા અંગે જણાવ્યું હતું. જેની પાછળનું કારણે તેમણે સમાજ એક ન હોવાનું જણાવ્યું હતું.