વડોદરામાં કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી : પશુ-પંખીઓની તસવીરોનું પ્રદર્શન
Kamati Baug Vadodara : 70મા વન્યજીવન સપ્તાહની ઉજવણી વડોદરાના ઐતિહાસિક કમાટીબાગના પ્રાણીસંગ્રહાલય ખાતે કરવામાં આવી હતી. આ વખતે પ્રાણી સંગ્રહાલયના પશુ પંખીઓની તસવીરોની થીમ રાખવામાં આવી હતી.
તસવીરકારોને પાંચ દિવસનો પ્રાણીસંગ્રહાલયમાં ફરવાનો સમય આપ્યો હતો અને તે સમય દરમિયાન પશુ પંખીઓની જે તસવીરો ખેંચી તેમાંથી શ્રેષ્ઠ તસવીરોની એન્ટ્રી આપી હતી. આવી 62 તસવીરોનું બે દિવસનું પ્રદર્શન યોજાયું હતું. બાગમાં આવેલા સહેલાણીઓએ આ પ્રદર્શનમાં પશુ-પંખીઓની લાક્ષણિક અદાઓ નિહાળી હતી. વન્યજીવન પરત્વે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત વેસ્ટર્ન રેલ્વે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના વિદ્યાર્થીઓની માસ્ક મેકિંગ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. કલાના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓએ જંગલી પ્રાણીઓના માસ્ક તૈયાર કર્યા હતા.