Get The App

પત્નીના પ્રેમીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પતિ દ્વારા કરપીણ હત્યા

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
પત્નીના પ્રેમીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પતિ દ્વારા કરપીણ હત્યા 1 - image


કલ્યાણપુરનાં ખીજદડ ગામે અનૈતિક સંબંધનો કરૂણ અંજામ : પતિને પત્નીના પ્રેમસંબંધની જાણ થઇ જતાં પ્રેમી યુવકને વાડીએ બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો, પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ

જામ ખંભાળિયા, : કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે  અનૈતિક સંબંધનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં એક અપરિણીત યુવાનને પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય, જે અંગેનો ખાર રાખીને મહિલાના પતિએ યુવકનું તીક્ષ્ણ હથિયાર વડે ઢીમ ઢાળી દીધું હતું. ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ ચાલું કર્યો છે.

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામે રહેતા વિરમદેવસિંહ કરણુભા જાડેજા નામના 30 વર્ષના અપરિણીત યુવાનને આ જ ગામના ચંદ્રસિંહ રતુભા જાડેજા નામના શખ્સની પત્ની સાથે પ્રેમ સંબંધ હોય, આ સંબંધની જાણ મહિલાના પતિને થઈ ગઈ હતી. આ પછી આરોપી ચંદ્રસિંહ રતુભા જાડેજાએ કોઈપણ બહાને વિરમદેવસિંહને ગઈકાલે સાંજે પોતાની વાડીએ બોલાવ્યા હતા. અહીં આવેલા વિરમદેવસિંહ પર આરોપી ચંદ્રસિંહ જાડેજા મારક હથિયાર અને બોથડ વસ્તુ વડે તૂટી પડયો હતો. જેથી ગંભીર રીતે લોહી-લુહાણ હાલતમાં વિરમદેવસિંહએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ સંજયસિંહ કરણુભા જાડેજા (ઉ.વ. 34)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ચંદ્રસિંહ રતુભા જાડેજા સામે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવ બનતા ડી.વાય. એસપી સાગર રાઠોડ તેમજ એલસીબી અને સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહના પોસ્ટમોર્ટમ તેમજ આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવમાં આગળની તપાસ ઈન્ચાર્જ પીઆઈ વી.આર. શુક્લ ચલાવી રહ્યા છે. હત્યાના આ બનાવે નાના એવા ખીજદડ ગામમાં ભારે ચર્ચા જગાવી છે.


Google NewsGoogle News