Get The App

પુત્રીને માર મારતા પતિને પત્નીનો ઠપકો : પતિને માઠું લાગતા કરી લીધી આત્મહત્યા

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
પુત્રીને માર મારતા પતિને પત્નીનો ઠપકો : પતિને માઠું લાગતા કરી લીધી આત્મહત્યા 1 - image


Vadodara Suicide Case : સાવલી તાલુકાના અંજેસર ગામની સીમમાં એસ.એચ.પી નામના ઈંટોના ભઠ્ઠામાં એક ઓરડીમાં રહેતા નંદકિશોર કઠેરીયા ઉંમર વર્ષ 45એ તેમની પુત્રીને કોઈ કારણસર માર માર્યો હતો. જેથી તેની પત્ની રાનીએ જણાવેલ કે આપણા છોકરાઓને વાંક ગુના વગર શું કરવા માંરો છો? પત્નીનો આ ઠપકો સહન ન થતાં નંદકિશોર ઘરની બહાર નીકળી ગયો હતો અને એક ઝાડની ડાળી સાથે રૂમાલથી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News