જામનગરના વેપારી યુવાનની પત્ની એકાએક લાપત્તા બની જતા પરિવારજનોમાં ચિંતા : ગુમનોંધ કરાવાઈ
Jamnagar : જામનગરમાં સેના નગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાનની પત્ની એકાએક લાપતા બની જતાં સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેના નગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ આશિષભાઈ પીરાણી (જાતે.ખોજા ઉ.વ-32) એ સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં આવીને જાહેર કર્યું હતું કે પોતાની પત્નિ શીફાબેન અમિતભાઈ પીરાણી (જાતે-ખોજા ઉ.વ-22) તેમના ઘરેથી કોઇને કહ્યા વગર એકાએક લાપતા બની ગઈ છે.
જેની અનેક સ્થળે તેમજ સગા સંબંધીઓને ત્યાં પૂછપરછ અને શોધખોળ કરતાં ક્યાંય પત્તો મળ્યો ન હોવાથી આ ગુમ નોંધ કરાવી છે. જેને આધારે પોલીસની ટીમે તપાસ હાથ ઘરી છે.