Get The App

પુત્રીઓને અડપલાં કરતા પતિની પત્નીએ ગળા ફાંસો આપી હત્યા કરી

પત્નીએ નણંદ સામે હત્યાની કબૂલાત કર્યા બાદ પોલીસે ધરપકડ કરી

Updated: Apr 1st, 2025


Google News
Google News
પુત્રીઓને અડપલાં કરતા પતિની પત્નીએ ગળા ફાંસો આપી હત્યા કરી 1 - image

વડોદરા, તા.1 વડોદરા નજીક આવેલા વેમાલી ગામમાં પતિ પોતાની સગી પુત્રીઓ સાથે રાત્રિના સમયે અડપલાં કરીને પરેશાન કરતો હોવાથી ઉશ્કેરાયેલી પત્નીએ પતિનું ગળું દબાવી કરપીણ હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગેની વિગત એવી છે કે વેમાલીમાં રહેતી પરિણીતાએ ગામમાં રહેતા યુવાન સાથે ૧૫ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ બંનેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તા.૩૧ની સાંજે પરિણીતા અન્ય ઘરોમાં ઘરકામ કરીને પરત ઘેર આવી જ્યારે પતિએ ઝઘડો શરૃ કર્યો હતો અને ઉગ્ર બનીને અપશબ્દો બોલતો હતો. પતિ અગાઉ ઘરમાં રાત્રિના સમયે ઊંઘી ગયેલી બે પુત્રીઓને પરેશાન કરી તેની સાથે અડપલાં કરતો હોવાથી તેનો ગુસ્સો હતો જેના પગલે પત્નીએ ઓઢણીથી પતિને ગળા ફાંસો આપીને હત્યા કરી હતી.

આ બનાવની જાણ થતાં મંજુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇને તપાસ  હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું  હતું કે ગઇકાલે સાંજે પતિની હત્યા બાદ પત્નીએ તેને નણંદને ફોન કરી જણાવેલ કે હું સાંજે ઘેર પરત ફરી ત્યારે પતિ ઘેર ઓઢણીથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો જેથી મેં આજુબાજુના લોકોને ભેગા કર્યા  બાદ પતિને દવાખાનામાં લઇ ગઇ હતી. પતિની હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન પત્નીએ કર્યો હતો પરંતુ બીજા દિવસે તેણે નણંદને સમગ્ર હકીકત જણાવતા આખરે પોલીસે પત્ની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.



Tags :