બે બાઇક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોત
આશાબા પીરના પાટિયા પાસે અકસ્માત
મીયાણી ગામે બાઇકમાંથી પેટ્રોલ કાઢી શરીરે છાંટી યુવાને જાત જલાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં
રાણાવાવમાં શક્તિ હોસ્પિટલ પાછળ આવેલા પરેશનગરમાં રહેતા
દિનેશ બાબુભાઇ જગતિયા (ઉ.વ.૬૨) દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે તેઓ તેમના
પત્ની જયશ્રીબેન (ઉ.વ.૫૭)ને બાઇકમાં લઇને તેમના ભોદ ગામે વાડી વિસ્તારમાં રહેતા
સંબંધી ગોપાલભાઈ ધુમલીયાની વાડીએ બેસવા માટે જતા હતા ત્યારે આશાબા પીરના પાટિયા
નજીક અજાણ્યો બાઇક ચાલક ડબલ સવારીમાં ફૂલસ્પીડે બાઇક ચલાવીને આવતો હતો. તેની સાથે દિનેશભાઇનું
બાઇક અથડાતાં તેઓ અને તેમના પત્ની જયશ્રીબેન નીચે ફંગોળાઇ ગયા હતા. તો સામ ેબાઇક
ચલાવનાર શખ્સ અને તેની પાછળ બેસેલો ઇસમ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત જયશ્રીબેનને
રાણાવાવની સરકારી હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને
મૃત જાહેર કર્યા હતાં.
મીયાણીના રાહુલ રામજી વાઘેલા નામના ૨૪ વર્ષના યુવાને મીયાણી ગામે પુલની નીચે જઇ બાઇકમાંથી પેટ્રોલ કાઢી પોતાના શરીર પર છાંટયું હતું. અને ત્યારબાદ દીવાસળી સળગાવીને મુકી દેતાં પોતે ભડભડ સળગવા લાગ્યો હતો. કોઇએ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડયો છે. ત્યારે પોલીસે તેની આગળની પૂછપરછ હાથ ધરી છે.