Get The App

બોડી ગામ નજીક કાર અને બાઈક અથડાતાં પત્નીનું મોતઃ પતિ ગંભીર

Updated: Mar 17th, 2025


Google News
Google News
બોડી ગામ નજીક કાર અને બાઈક અથડાતાં પત્નીનું મોતઃ પતિ ગંભીર 1 - image


- ગોધાવટા ગામનું દંપતિ રાણપુરથી પાળિયાદ જતું હતું 

- ઉમરાળાથી આવતી ઈકોએ બાઈકને ટક્કર મારતાં દંપતિ રસ્તા પર ફંગોળાયું : પત્નીનું સારવારમાં મોત 

ભાવનગર : બોટાદના પાળિયાદ નજીક બાઈક અને ઈક્કો કાર વચ્ચે અકસ્માતમાં સર્જાતાંત્તિની નજર સામે પત્નીનું મોત નિપજ્યું હતું. જયારે, પતિને ગંભીર ઈજા પોહંચી હતી. 

બનાવની વિગત એવી છે કે, બોટાદના રાણપુર તાબેના ગોધાવટા ગામે રહેતા કાળુભાઈ કલમસીગ પંચાળા (ઉ.વ ૩૮ ) ગત તા.૧૩ના રોજ રાત્રિના સમયે તેમના પત્ની નાનકીબેનનેમોટરસાયકલ નંબર જીજે.૦૭ ઈ.એલ.૭૨૦૫ પર બેસાડી રાણપુરથી પાળીયાદ જતા હતા.ત્યારે બોડી ગામ નજીક ઉમરાળા તરફથી ઈકો કાર નંબર જીજે.૩૩ .બી.૬૪૬૫ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી કાળુભાઈના બાઈક સાથે ધડાકાભેર અથડાવ્યું હતું. જેના કારણે બાઈક સવાર દંપતિ રસ્તા પર ફંગોળાયું હતું અને બન્નેને ગંભીર ઈજા પહોંચતાં ગંભીર હાલતે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવારમાં નાનકીબેનનું મોત નિપજ્યું હતું. જયારે, પતિ કાળુભાઈની સ્થિતિ ગંભીર મના યરહી છે. અકસ્માતને લઈ કાળુભાઈએ ઈકો કારના ચાલક વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
Wife-dies-in-car-bike-collisionBodi-villageHusband-in-serious-condition

Google News
Google News