ઘરકંકાસથી કંટાળીને પરિણીતાનો ફાંસો ખાઇને આપઘાત
ફુવા સસરાને બનાવની જાણ કરીને પતિ ઘર છોડીને જતો રહ્યો
વડોદરા,પતિ - પત્ની વચ્ચે થતા ઘરકંકાસથી કંટાળીને પત્નીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે કપુરાઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ડભોઇ રોડ સોમા તળાવ પાસે વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતા સંગીતાબેન ઇગલેશભાઇ રાઠવા નર્સ તરીકે નોકરી કરતા હતા. તેમના પતિ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. પતિ પત્ની વચ્ચે કાયમ દારૃ પીવાની આદતના કારણે અવાર - નવાર ઝઘડા થતા હતા. ગઇકાલે રાતે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આજે સવારે તેના પતિને જાણ થતા તેણે ફુવા સસરાને ફોન કરીને હકીકત જણાવી હતી. ફુવાએ કપુરાઇ પોલીસને જાણ કરી હતી. એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહે સ્થળ પર જઇને મૃતદેહને પી.એમ. માટે મોકલી આપ્યો છે.