Get The App

તમે અમારી જમીનમાં બે ઇંચ વધારે બાંધકામ કર્યું ? તેમ કહી મકાન પર બુલડોઝર ફેરવી દેવાની આપી ધમકી

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
તમે અમારી જમીનમાં બે ઇંચ વધારે બાંધકામ કર્યું ? તેમ કહી મકાન પર બુલડોઝર ફેરવી દેવાની આપી ધમકી 1 - image


Vadodara : વડોદરા જિલ્લાના અનગઢ ગામે પાડોશમાં રહેતી બે મહિલાએ તમારા મકાનનું ચણતર અમારી જમીનમાં બે ઇંચ જેટલું વધારે કર્યું છે તેમ કરી ઝઘડો કર્યો હતો. બુલડોઝર બોલાવીને તમારા મકાન પર ફેરવી દઈશ અને કોઈ બોલ્યું છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરા જિલ્લાના અનગઢ ગામે રહેતા પિંકીબા પ્રુથ્વીરાજસિંહ ગોહીલે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 22 ઓક્ટોબરના રોજ બપોરના 2:00 વાગ્યાના સમય દરમિયાન હું મારા દિકરા ઈંદ્રજીતસિંહને પ્રાથમીક શાળા ખાતેથી લઈને મારા ઘરે આવી હતી. તે વખતે મારા નણંદ વિનુબાએ મને જણાવ્યું હતું કે બપોરના દોઢેક વાગ્યા દરમ્યાન આપણા મકાનની સામે રહેતા ભાવનાબેન વિક્રમ ગોહીલ તથા જીગુબેન વિક્રમ ગોહીલ ઘરે આવીને કહેવા લાગ્યા હતા કે તમારા મકાનનું તમે જે ચણતર કર્યું છે જે બે ઇંચ જેટલું અમારી જમીનમાં બાંધકામ કરી દિધેલું છે. જેથી આવતીકાલે બુલડોઝર બોલાવી તમારા મકાન ઉપર ફેરવી નાખીશું અને કોઈ કંઈ બોલ્યુ તો તમો બધાને ઘરમાથી બહાર કાઢીને માર મારીને જાનથી મારી નાખીશ.. તેમ કહીને મને  ગાળો આપવા લાગ્યો હતો. જેથી હું અત્રે પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુધ્ધ ફરીયાદ કરવા માટે જઈશ તેવું કહ્યું હતું.મહિલાની ફરિયાદના આધારે નંદેસરી પોલીસે ભાવના અને જીગુ ગોહિલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News