બાળકને કચડી નાંખનાર ડ્રાઇવર પાસે લાયસન્સ નહતું,નોકરીએ રાખનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નહિ
વડોદરાઃ છાણી વિસ્તારમાં બાળકને કચડી નાંખનાર ડોર ટુ ડોર ના ડ્રાઇવરને લાયસન્સ વગર નોકરીએ રાખનાર કોન્ટ્રાક્ટર સામે કોઇ જ પગલાં નહિ લેવાતાં ચર્ચાનો વિષય બન્યો છે.
છાણી કેનાલ પાસે કચરો કલેક્ટ કરવા આવેલી ડોર ટુ ડોર વાહનના ડ્રાઇવરે ગાડી રિવર્સમાં લેતાં ચાર વર્ષનો બાળક કચડાઇ ગયો હતો.છાણી પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી ડ્રાઇવર દશરથ લલ્લુભાઇ બિલવાળ (મહાકાળી મંદિર પાસે,વુડાના મકાન, ખોડિયાર નગર)ની ધરપકડ કરી હતી.જો કે આ ડ્રાઇવર કલાકોમાં જ છૂટી ગયો હતો.
પોલીસે ડ્રાઇવરને રાખનાર કોન્ટ્રાક્ટર સામે કોઇ પગલાં લીધા નથી.તો બીજીતરફ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર પર આવા વગર લાયસન્સે કેટલા ડ્રાઇવર કામ કરતા હશે તેની તપાસ પોલીસ કરશે કે કોર્પોરેશન તે પણ એક સવાલ છે.પોલીસ ટુવ્હીલરના ચાલકો સામે તપાસ કરી પગલાં લે છે તો કોર્પોરેશનના વાહનોના ડ્રાઇવરોની તપાસ કેમ ના થઇ તે પણ ચર્ચાનો વિષય છે.