VIDEO: 'ખેડૂતોને હેરાન શું કામ કરો છો...', સાંસદ ભરત સુતરીયાએ અધિકારીઓને ખખડાવ્યા
MP Bharat Sutariya Viral Video : અમરેલીમાં જીએસટી વિભાગના અધિકારીઓએ ખેડૂતોને અટકાવી ડોક્યુમેન્ટ માંગતા હોવાની જાણ થતાં સાંસદ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. જેમાં સાંસદ ભરત સુતરીયા અને જીએસટી વિભાગના અધિકારીઓ સાથેની રકઝક થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભરત સુતરીયા જીએસટીના અધિકારીઓને ખખડાવતા જોવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે, અમરેલીમાં બાયપાસ નજીક જીએસટી વિભાગના અધિકારીઓનું પસાર થતાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીએસટી અધિકારીઓ દ્વારા ખેડૂતોના વાહનો રોકીને ડોક્યુમેન્ટ માગતા હોવાની સાંસદ ભરત સુતરીયાને રજૂઆત કરી હતી. જેના પગલે સાંસદ સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને ખેડૂતોનું ચેકિંગ માટે રોકવા નહીં તમે કહીને જીએસટી અધિકારીને ખખડાવ્યા હતા.
સાંસદ ભરત સુતરીયા જીએસટીના અધિકારી પર થયા ગરમ
વીડિયોમાં જીએસટી અધિકારીઓને સાંસદ ભરત સુતરીયા બોલી રહ્યા છે કે, તમે અહીંથી પસાર થતાં ખેડૂતોને રોકીને તેમની પાસે ડોક્યુમેન્ટ માગો છે, તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોણ ખેડૂતો છે ને કોણ વેપારી. તમે આવી રીતે ખેડૂતોને ગમે ત્યાં કેમ ઊભો રાખી છો? આ દરમિયા સાંસદ ગરમ થઈને બોલ્યાં કે, એફઆઇઆર કરવાની હોય તો મારા નામે કરી નાખો, પણ ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો. આ ઉપરાંત અધિકારીઓએ 7/12ની નકલ માંગતા સાંસદે જણાવ્યું હતું કે, ખેડૂત સાંજે ક્યાંથી 7/12 કાઢી લાવે? કોઈ ખેડૂતની પાસે 7/12 જોડે ન હોય.