લોનના હપ્તાની ઉઘરાણી કરાતા યુવાને ફાંસો ખાઈ આયખું ટૂંકાવવા પ્રયાસ કર્યો
- ઉઘરાણી કરવા આવેલા શખ્સે માર મારી ધમકી આપી
- સખી મંડળમાંથી રૂા. 20 હજારની લોન લીધી હતી, ઉઘરાણીથી ત્રાસી જતા વાસણાના યુવાને પગલું ભર્યું
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ધંધૂકાના વાસણા ખાતે રહેતા રમેશભાઈ મોહનભાઈ સોનરા અને કુટુબી ભત્રીજા રોહનને ધંધુકા ખાતે આવેલા સખી મંડળમાંથી રૂ.૨૦ હજાર , રૂ.૨૦ હજારની લોન લીઘી હતી.દરમિયાનમાં ગત તા.૧૩ ફેબ્આરી ૨૦૨૫ ના રોજ ભત્રીજા રોહનનો ફોન આવ્યો હતો. અને જણાવેલ કે લોનનો હપ્તો ભરવાનો છે. તો તમે પૈસા આપો તેના જવાબમાં રમેશભાઈએ જણાવેલ કે તુ બે મહિના પહેલા તારા કાકી પાસેથી ત્રણ હજાર રૂપિયા લઇ ગયેલ છો તો અત્યારે તુ હપ્તો ભરી દેજે તેવી વાત કરતા રોહને ફોન કાપી નાખ્યો હતો. અને સાંજના આદીત્ય ઉર્ફે લલીત રમેશભાઇ સોનારા અને અજાણ્યો માણસ લોનનો હપ્તો લેવા માટે આવ્યા હતા.રમેશભાઈએ પૈસા નહીં હોવાંનું જણાવતા લલિતે ઉશ્કેરાઈ ગાળો આપી હતી.અને લલીતે ઢીંકા પાટુનો માર મારી કહેલ કે લોનનો હપ્તો ભરી દેજે નહિતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા રમેશભાઈને લાગી આવ્યું હતું.અને અપમાન સહન નહીં થતા રમેશભાઈ ઉપરના માળે આવી પંખા સાથે રૂમાલ બાંધી ગળા ફાંસો ખાઈ લેતા પુત્ર ગાળા ફાંસો ખાઈ લીધેલી હાલત જોઈ જતા બૂમો પાડી હતી. દરમિયાનમાં કુટુંબી હરજીભાઈ છગનભાઈ સોનારાએ આવી સાંકળ વાળો દરવાજો તોડી તુરતજ ધંધુકાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાંથી વધુ સારવાર માટે સોલા હોસ્પીલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે રમેશભાઈએ શખ્સ વિરૂધ્ધ ધંધુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.