ભુજના તોરલ ગાર્ડનનો કબ્જો નગરપાલિકા કયારે સંભાળશે ?
ભાડાની બોર્ડ મીટીંગના અભાવે નિર્ણય આવતો નથી
ગાર્ડનની ફેન્સિંગ તૂટી ગઈ, લોખંડનો દરવાજો પશુઓએ તોડી નાખ્યો
ભુજ: ભુજ શહેરના મુંદરા રોડ સાઈટ, પ્રમુખસ્વામીનગર ખાતે તોરલ ગાર્ડન છ માસ પહેલા ભુજ નગરપાલિકાએ ભાડા પાસેથી સંભાળવાની તૈયારી બતાવી હતી. ભાડાની બોર્ડ મીટીંગના અભાવે નિર્ણય આવતો ન હતો. બે માસ પહેલા ભાડાની બોર્ડ- મીટીંગમાં નગરપાલિકાને સોંપવા નિર્ણય લેવાઈ ગયો છે પરંતુ પ્રોસીડીંગ હુકમ થવાનો હજુ બાકી છે.
આ વચ્ચે તાજેતરમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થતાં પ્રાંત અધિકારી ભાડા ને જ ચાર્જ સોંપતા અને જે દિવસે એમણે ચાર્જ સંભાળ્યો ત્યારે જ તોરલ ગાર્ડન વિકાસ સમિતિના સભ્યો દ્વારા સી.ઓ.ના ચાર્જમાં આવેલ અનિલ જાદવને તોરલ ગાર્ડન માટે રજુઆત કરી હતી. હાલમાં તોરલ ગાર્ડનની ફેન્સીંગ તુટી ગઈ છે. લોખંડનો દરવાજો પણ ઢોરોઓએ તોડી નાખ્યો છે. ઢોર ઢાખરનું નિવાસ સ્થાન બની ગયું છે. ત્યારે, હજુ પણ લાંબી વહીવટી પ્રક્રિયા થવાની હોઈ વચગાળાના કાર્ય માટે કમસેકમ આ ગાર્ડનની બાઉન્ડરી- કંપાઉન્ડ વોલ બની જાય તેવી તાત્કાલીક રજુઆત દિલીપકુમાર જોષી, ભુપેન્દ્ર મહેતાએ કરી છે. હાલના તબકકે મનુભા જાડેજા અને કમલભાઈ ગઢવી સમક્ષ ગાર્ડનને બચાવવા સત્વરે કંપાઉન્ડ વોલ બનાવવા રજુઆત કરાઈ છે.