Get The App

સુરતમાં કોરોના બાદ બંધ થયેલા પુસ્તક મેળાનું મુર્હુત હજી નથી આવતું

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
સુરતમાં કોરોના બાદ બંધ થયેલા પુસ્તક મેળાનું  મુર્હુત હજી નથી આવતું 1 - image


સુરત મહાનગરપાલિકા વર્ષ 2000ની સાલથી પુસ્તક મેળાનું આયોજન કરી રહી છે પરંતુ કોરોના બાદ  પુસ્તક મેળા માટે પાલિકાને મુર્હુત આવ્યું ન હતું. હાલમાં અમદાવાદ ખાતે ઈન્ટરનેશન પુસ્તક-બાગાયત મેળાનું આયોજન થયું હોવાથી સુરત પાલિકા દ્વારા પણ પુસ્તક મેળા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી . પાલિકા મે મહિનામાં પુસ્તક મેળાનું આયોજન માટે વિચારણા કરી રહી છે. મે મહિનામાં આકરી ગરમી હોય એ સી ડોમમાં પુસ્તક મેળો કરવા માટે પાલિકા વિચારણા કરવામા આવી હતી. પરંતુ ત્યાર બાદ કોઈ કામગીરી ન થતાં હવે મે મહિનામાં પણ પુસ્તક મેળાનું આયોજન થાય તેવી શક્યતા નહિવત થઈ ગઈ છે. 

સુરત પાલિકા સુરતીઓની વાંચન ભૂખ સંતોષવા માટે સુરત પાલિકા દ્વારા વર્ષ 2000ની સાલથી પુસ્તક મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ પુસ્તક મેળા સાથે રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો અને ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો ઉમેરતી ગઈ હતી. સુરત પાલિકાના પુસ્તક મેળો માત્ર સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના વાંચન પ્રેમી- પુસ્તક પ્રેમી માટે મહત્વનો બની જતો હતો. સુરત પાલિકાના આ પુસ્તક મેળામાં 10 લાખ જેટલા મુલાકાતીઓ આવી હતા. સુરત પાલિકાના આ સુપરહિટ પુસ્તક મેળા કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું જે હજી પણ દૂર થયું નથી. 

સુરતમાં કોરોના બાદ સુરત પાલિકાએ પુસ્તક મેળો કર્યો ન હતો. ત્યાર બાદ સ્થિતિ સામાન્ય થવા છતાં પણ પાલિકા પુસ્તક મેળાનું આયોજન સામે ઉદાસિતા દાખવી રહી છે. પરંતુ થોડા સમય પહેલાં  અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ પુસ્તક મેળાનું આયોજન કરાયું છે તેના કારણે સુરત પાલિકા પણ પુસ્તક મેળા માટે વિચારણા કરી રહી હતી. પરંતુ ત્યાર બાદ તંત્ર- શાસકોએ કોઈ આયોજન કર્યું નથી ત્યારે મે મહિનામાં એસી ડોમમાં પુસ્તક મેળાનું આયોજન ધુંધળું દેખાઈ રહ્યું છે. 

સુરત પાલિકા એપ્રિલ  મે મહિનામાં આકરી ગરમી હોય તેથી એ.સી. ડોમમાં પુસ્તક મેળાનું આયોજન કરવા માટે પણ પાલિકા વિચારણા કરી છે. જો પાલિકા મે મહિનામાં એ.સી. ડોમમાં પુસ્તક મેળાનું આયોજન કરે તો પહેલી વાર પાલિકા એસી ડોમમાં પાલિકા પુસ્તક મેળાનું આયોજન કરશે તેવા પ્રકારની જાહેરાત કરી હતી. જોકે, હાલમાં પાલકા પુસ્તક મેળાનું આયોજન કરે છે ત્યાં ધંધાદારી મેળાનું આયોજન થયું છે અને તે વેકેશન સુધી ચાલશે તેથી પાલિકાનું વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ માં  એસી ડોમ બનાવી પુસ્તક મેળાનું આયોજન ધુંધળું બની ગયું છે. જો પાલિકા મે મહિનાના વેકેશનમાં પુસ્તક મેળાનું આયોજન કરે તો વનિતા વિશ્રામ ને બદલે અન્ય જગ્યાની પસંદગી કરવી પડશે.

Tags :