Get The App

જયારે ગાંધીજીએ લખ્યું દિવાળીમાં ફટાકડાના પૈસા બચાવીને ગરીબોની સેવા કરવી જોઇએ

આપણે વડિલોએ જ બાળકોને ફટાકડાના આદિ બનાવી દીધા છે

આતશબાજીના થોડા પૈસા બચાવીને ખાદી માટે અવશ્ય આપવા જોઇએ.

Updated: Nov 4th, 2021


Google News
Google News
જયારે ગાંધીજીએ  લખ્યું દિવાળીમાં ફટાકડાના પૈસા બચાવીને ગરીબોની સેવા કરવી જોઇએ 1 - image


નવી દિલ્હી,4 ઓકટોબર,2021,ગુરુવાર 

દિવાળીમાં ફૂટતા ફટાકડા અંગે ગાંધીજીના વિચારો જાણવા કોઇએ કાગળ લખેલો તેનો પ્રત્યુતર ગાંધીજીએ ૨૫ ઓકટોબર ૧૯૨૮ના યંગ ઇન્ડિયા અંકમાં આપ્યો હતો.ગાંધીજીએ જવાબ લખ્યું મારુ ચાલે તો દિવાળીની રજાઓમાં લોકોને ઘરોની સફાઇ કરવા અને બાળકોને નિદોર્ષ પ્રકારનો આનંદ મળે તે માટેનું શિક્ષણ આપવા મજબૂર કરી દઉં. હું જાણું છું કે બાળકોને આતશબાજીમાં ખૂબજ મજા આવે છે પરંતુ આપણે વડિલોએ જ બાળકોને ફટાકડાના આદિ બનાવી દીધા છે. મેં આફ્રિકામાં જોયું હતું કે સરળ પ્રકૃતિના બાળકોને આવી (આતશબાજીની) કોઇ ઘેલછા નથી તેના સ્થાને તેઓ નૃત્ય કરે છે. આતશબાજી છોડીને બચાવેલા પૈસામાંથી થોડા પૈસા પણ ખાદી માટે અવશ્ય આપવા જોઇએ.

જો ખાદીની ચીડ હોયતો દરિદ્રનારાયણની સેવા થતી હોય એવી જગ્યાએ દાન આપવું જોઇએ. સ્ત્રી પુરુષ બાળકો અને વૃદ્ધો માટે આનાથી વધારે હર્ષજનક વાત બીજી કોઇ હોઇ શકે નહી.દિવાળીએ થતી આતશબાજી અંગે ગાંધીજીએ પોતાના વિચારો નવજીવનમાં પણ પ્રગટ કર્યા હતા. એક હિંદી વેબસાઇટની માહિતી મુજબ ગાંધીજીએ ૩૧ ઓકટોબર ૧૯૨૦ના રોજના અંકમાં લખ્યું કે જો આપણે એમ કહીએ કે કળીયૂગમાં ઠાઠમાઠથી દિવાળી ઉજવવાનો અધિકાર નથી તો જરાં પણ અતિશયોકિત નથી. આ વાત ગાંધીજીએ બ્રિટીશ હકુમતનો જુલ્મ વધી ગયો હતો ત્યારે અસહકાર આંદોલન દરમિયાન ફટાકડા ફોડીને દિવાળી ઉજવતા લોકોના સંદર્ભમાં કહી હતી. ૧૮ ઓકટોબર ૧૯૪૬ના રોજ ગાંધીજીએ એક વકતવ્યમાં કહયું કે મારી પાસે કેટલાક પત્રો આવ્યા છે. જેમાં ફટાકડા ફોડવા અંગે ફરીયાદ કરવામાં આવી છે. ખરેખર આ ફટાકડાની ફરીયાદો સાચી જ છે. હું અગાઉ પણ લખી ચૂકયો છું  હું જાણતો નથી કે મારા લખાણની કેટલી અસર થાય છે. ગાંધીજીએ આઝાદી પહેલાના ઝડપથી બદલાતા જતા ઘટનાક્રમને ટાંકીને કહયું કે હાલમાં ચારે તરફ હોળી સળગી રહી છે ત્યારે દિવાળી પર ફટાકડા ફોડવા, ઘી તેલના દિવા પ્રગટાવવા અને મીઠાઇઓ ખાવી જોઇએ નહી. 


Tags :
Gandhiji-wrote-diwali-Letter

Google News
Google News