Get The App

'કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઊભા રાખ્યા હતા...', વાવમાં ભાજપની જીત પર સી.આર. પાટીલનું નિવેદન

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
'કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઊભા રાખ્યા હતા...', વાવમાં ભાજપની જીત પર સી.આર. પાટીલનું નિવેદન 1 - image


Gujarat Vav By-Election Results 2024 : બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,442 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો. ત્યારે હવે આ જીત પર ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે.

વાવમાં ભાજપની જીત પર શું બોલ્યાં પાટીલ?

વાવ બેઠક પર જીત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, 'કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઉભા રાખ્યા, ત્રિપાખીયો જંગ ઉભો કરી કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસના એ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. લોકોને વિકાસમાં રસ છે.'

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ‘ગુજરાતે’ MVAને હરાવ્યું, જાણો શિવસેના-કોંગ્રેસને ચૂંટણીમાં કયા મુદ્દા ભારે પડ્યા

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત બાદ સી.આર. પાટીલે કહ્યું કે, 'આ બેઠક પર ભાજપે જીત મેળવી છે. અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, એમણે કહ્યું કે, પાટીલનો પાવર ઉતારી દઉં... પણ આ ભારતીય જનતા પાર્ટીનો પાવર આજે જોવા મળ્યો છે. આ જીત અત્યંત મહત્ત્વની હતી. કેટલાક આ મતદાન સંઘોને પોતાની જાગીર સમજીને બેઠા હતા, તેમને જડબેસલાક જવાબ આપ્યો છે. લોકસભાની ચૂંટણીમાં હારમાંથી અમે શીખ મેળવી હતી.'

મારી જીત નક્કી હોવાથી મોડો આવ્યોઃ સ્વરૂપજી ઠાકોર 

વાવ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન સ્વરૂપજીને 17માં રાઉન્ડ પહેલા કેમ ન દેખાયા એવું પૂછતાં તેમણે જવાબમાં કહ્યું કે, 'મારી જીત પાક્કી હતી એટલે મોડો આવ્યો, મને લોકો પર વિશ્વાસ હતો કે તેઓ મને જીતાડશે.'

આ પણ વાંચો : વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત

'કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઊભા રાખ્યા હતા...', વાવમાં ભાજપની જીત પર સી.આર. પાટીલનું નિવેદન 2 - image

વાવમાં ભાજપનું કમળ ખીલ્યું

વાવ પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,176 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,195 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,442 મતથી વિજય થયો છે. નોંધનીય છે કે નોટામાં પણ 3360  મત પડ્યા હતા.


Google NewsGoogle News