Get The App

ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ 1 - image


Ahmedabad-Mumbai Bullet Train Project : ગુજરાતમાં વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાતના હિસ્સા માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટેના પાટાઓ જાપાનથી ખરીદવામાં આવે છે, જેની લંબાઈ 25 મીટર છે. આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ (એફબીડબલ્યુ) મશીનો દ્વારા વાયડક્ટ પર એકસાથે વેલ્ડિંગ કરવામાં આવે છે, જેથી 200 મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય. અત્યાર સુધીમાં આવા 298 પાટાના પેનલને એટલે કે લગભગ 60 કિમી પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે.

મુસાફરોની સુવિધા, ટકાઉપણું અને હાઈ સ્પીડ મુસાફરી માટે ટ્રેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે પાટાની વેલ્ડિંગ પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ છે.

આ માટે પાટા વેલ્ડીંગ કરતા પહેલા, પાટાના છેડાને ગ્રાઇન્ડ કરવામાં આવે છે.

વેલ્ડીંગ માટેની પરિમાણીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે દરેક પાટાને ચકાસવામાં આવે છે.

એક વખત પાટા સંપૂર્ણપણે ગોઠવાય જાય, પછી તેને ફ્લેશ બટ વેલ્ડિંગ તકનિકનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડવામાં આવે છે. 

કોઈ પણ પ્રકારની ખામીની તપાસ માટે અલ્ટ્રાસોનિક પરીક્ષણનો ઉપયોગ કરીને વેલ્ડનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જો વેલ્ડમાં કોઈ ખામી જોવા મળે તો તેને નવા વેલ્ડ દ્વારા બદલવામાં આવે છે,

લાઇનદોરીની તપાસ જાપાનથી ખરીદવામાં આવેલા વિશેષ પ્રકારના મેસરમેંટ ઇકવીપ મેન્ટ દ્વારા કરવામાં આવે છે,

ગુજરાતમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાયડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ 2 - image

આકરી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ, 200 મીટર લાંબા પાટાના પેનલ્સને પ્રમાણભૂત માપન સાથે કામચલાઉ ટ્રેક પાથરવા માટે ખાસ રેલ ફીડર કાર દ્વારા સ્પ્રેડર બનાવવામાં આવે છે, જેથી સ્લેબ લેઇંગ કાર, સીએએમ ઇન્જેક્શન કાર વગેરે જેવી અત્યાધુનિક હાઇ એન્ડ મશીનરીની અવરજવર સરળ બની શકે. 

પાછળથી આ પાટાને અંતિમ ટ્રેક માટે રેલવે ફાસ્ટનર્સ દ્વારા ટ્રેક સ્લેબ પર ગોઠવવામાં આવે છે.

પાટા પાથરવા માટે ડે ડિકેટેડ ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ (ટીસીબી)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રેલવે, ટ્રેક સ્લેબ, મશીનરી અને સાધનસામગ્રીનું જમીન પર અને વાયડક્ટ પર સંચાલન સામેલ છે. તેઓ ટ્રેકના નિર્માણ માટે કામ કરતા ઇજનેરો અને અન્ય માનવ શક્તિ માટે આધાર તરીકે પણ કામ કરે છે. 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત રાજ્યના વડોદરા અને આણંદ વચ્ચે બે સુરત અને બીલીમોરા વચ્ચે બે અને વડોદરા અને આણંદ વચ્ચે બે ટ્રેકના બાંધકામના ચાર બેઝ હાલ કાર્યરત કરવામાં આવ્યા છે.

ટ્રેક સ્થાપવાની સમગ્ર પ્રક્રિયા અદ્યતન મશીનરી સાથે ખાસ કરીને, ભારતમાં જાપાનીઝ સ્પષ્ટીકરણ અનુસાર ડિઝાઇન કરવામાં  આવી છે તેમજ  જાપાન પાસેથી સીધી ખરીદવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં ટ્રેક બાંધકામ મશીનરીના ચાર સેટ (04)ની વ્યવસ્થા કરવામાં આવી છે. મશીનોના કાફલામાં રેલ ફીડર કાર, ટ્રેક સ્લેબ પાથરવાની કાર, સંબંધિત વેગન અને મોટર કાર, સીએએમ પાથરવાની કાર અને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીનોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આણંદ, વડોદરા, સુરત અને નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ આરસી ટ્રેક પથારીનું બાંધકામ શરૂ થયું છે. અને, આશરે 64 ટ્રેક કિમી આરસી ટ્રેક પથારીનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે.

કિમ (સુરત નજીક) અને આણંદમાં સ્થાપિત સમર્પિત ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધાઓમાં ટ્રેક સ્લેબને અલગથી કાસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ફેક્ટરીઓ ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ તૈયાર કરવા માટે સૌથી અત્યાધુનિક ટે કનિક અને માળખાગત સુવિધાઓથી સજ્જ છે. અત્યાર સુધીમાં 23,000થી વધુ સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે, જેની લંબાઈ 118 કિલોમીટરના ટ્રેક  જેટલી થાય છે.

પાટા તૈયાર કરી તેને પાથરવાની ટેકનિકને સમજવા માટે ઇજનેરો, કાર્ય અગ્રણીઓ અને તકનિકવિદ્ માટે વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત તાલીમ અને પ્રમાણપત્ર (ટીએન્ડસી) અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આશરે 1000 ઇજનેરો સંબંધિત ક્ષેત્રોમાં જાપાની નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટ્રેક સ્થાપન અને જાળવણી માટે કુશળતા પ્રાપ્ત કરશે.


Google NewsGoogle News