Get The App

પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી.ની રહેશે

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
પતંગ રસિયા આનંદો : હવામાન ખાતાની આગાહી, પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી.ની રહેશે 1 - image


Vadodara Kite Festival : પતંગોત્સવ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે ઉત્તરીય ઠંડા પવન પ્રતિ કલાક 5 કી.મી.છે. પરંતુ આવતીકાલે ઉતરાયણના પતંગોત્સવ પર્વ પ્રસંગે ઉત્તરીય ઠંડા પવનની ગતિ 10 કિ.મી જેવી રહેવાની ધારણા હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હોવાની જાણ થતા પતંગ રશિયાઓમાં ખુશી ફેલાઈ છે. 

ઉલ્લેખનીય છે કે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે ઉતરાયણના આગળના દિવસે તા.13મીએ ઉત્તરીય પવનની ગતિ પ્રતિ કલાક પાંચ કિ.મી.ની રહી છે. ઉત્તર દિશાનના ઠંડા પવન હોવાના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જણાય છે. પરિણામે સવારે કામ ધંધે જનારા લોકોને ગરમ વસ્ત્રો પહેરીને નીકળવાની ફરજ પડી હતી. જ્યારે શ્રમજીવી પરિવારોના નોકરી જ ધંધે જનારા લોકો સિવાયનાને આપણાનો સહારો લેવો પડ્યો હતો. આજે પવનની ગતિ પ્રતિ કલાક 5 કી.મી.ની રહી છે પરંતુ આવતીકાલે પણ ઉત્તરીય પવન હોવાની ધારણા સહિત પવનની ગતિ પણ પ્રતિ કલાક 10 કિ.મી.નો અંદાજ રહેવાની ધારણા પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેથી પતંગ રસિયાઓને પતંગોત્સવના તહેવારે ભરપૂર આનંદ માણી શકશે તેવી શક્યતા નકારી શકાતી નથી.



Google NewsGoogle News