Get The App

ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા 1 - image


Gujarat Rain: દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદી માહોલ છવાયેલો છે.  તો અહીં ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં પૂર જેવી હાલત થઈ ગઈ છે.  હવામાન વિભાગે 4 સપ્ટેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : ગુજરાતના 45 ડેમમાં હાઇ ઍલર્ટ, 206 પૈકી 105 જળાશયમાં 100% જળસંગ્રહ, સરદાર સરોવર ડેમ 86% ભરાયો

ગુજરાતનું હવામાન

ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં સિઝનના સરેરાશ 116 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. ત્યારે હવામાન વિભાગે ફરી આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. રાજ્યમાં હાલની સ્થિતિમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 108 ટકા વરસાદ, 49 લોકોના મોત, પૂરગ્રસ્તોને 8 કરોડથી વધુની કેશડોલ્સ ચૂકવાઈ

આગામી બે દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભારે વરસાદની સંભાવના 

અમદાવાદ હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત પર લો પ્રેશર, શીયર ઝોન, મોનસૂન ટ્રફ અને સાયક્લોનિક સરક્યુલેશન બનેલું છે. જેના કારણે આગામી બે દિવસમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે. ગઈકાલ સુધી ગુજરાત પર ઑફશોર ટ્રફ પણ હતું. પરંતુ હવે તે લેસ માર્કમાં ફેરવાઈ ગયુ છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પણ નબળું પડીને લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. તેથી માછીમારોને દરિયા કિનારે ન જવા ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગે 4 સપ્ટેમ્બરે ગુજરાતના બનાસકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન 5 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 



Google NewsGoogle News