Get The App

રાજ્યમાં 48 કલાક બાદ ઠંડી વધશે, આ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
રાજ્યમાં 48 કલાક બાદ ઠંડી વધશે, આ વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી 1 - image

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે.  તો રાજ્યમાં 48 કલાક બાદ ઠંડી વધશે.

રાજ્યના આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. 

અન્ય શહેરોની વાત કરવામાં આવે તો, ડિસામાં લઘુત્તમ તાપમાન 12.8 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોધાયુ હતુ.ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. નલિયા અને કંડલામાં તાપમાન 12 ડિગ્રી, ડિસામાં 13 ડિગ્રી, અમદાવાદ અને અમરેલીમાં પારો 16 ડિગ્રી સાથે ભુજમાં 15 ડિગ્રી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તેમજ કેશોદ અને વડોદરામાં તાપમાન 15 ડિગ્રી તાપમાન રહ્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી મોટી આગાહી

હિમાલયમાંથી આવતા પવનોના કારણે ગુજરાતમાં ભારે ઠંડી પડશે. આવનારા દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની પણ આગાહી છે. રાજ્યમાં 25 તારીખથી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. ઉત્તરાયણ પહેલાં હવામાનમાં ફરી પલટો આવશે. ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે તેમ તેમ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. રાજસ્થાનમાં કરા સાથે માવઠાની સંભાવના છે.


Google NewsGoogle News