Get The App

ગારિયાધારમાં નબળું ગઠબંધન, સાતમી ટર્મમાં ભાજપનું શાસન

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
ગારિયાધારમાં નબળું ગઠબંધન, સાતમી ટર્મમાં ભાજપનું શાસન 1 - image


- વર્ષ-2018 ની ચૂંટણીમાં 'ચીઠ્ઠી'એ ભાજપને સત્તા સોંપી હતી

- ભાજપની 4 વોર્ડમાં પેનલ, કોંગ્રેસની એક વોર્ડમાં પેનલે જીત મેળવી, આમ આદમીને 3 બેઠક મળી

ગારિયાધાર : ગારિયાધાર નગરપાલિકામાં નસીબની બળુકા ભાજપ પક્ષને ગત ચૂંટણીમાં 'ચીઠ્ઠી'એ સાથ આપ્યો હતો. તો આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે એકલા હાથે લડવાને બદલે ઝાડુંનો સાથ લીધો હતો. પરંતુ ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન નબળું સાબિત થતાં સતત સાતમી ટર્મ ભાજપનું શાસન આવ્યું છે.

ગારિયાધાર પાલિકામાં બે વર્ષ વહીવટદારનું શાસન રહ્યા બાદ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. છેલ્લે ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ૧૪-૧૪ સીટ મળતા શાસનની સત્તા સોંપવા માટે ચીઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ભાજપની જીત થતાં ભાજપને શાસન કરવાનો મૌકો મળ્યો હતો. આ ચૂંટણીમાં તમામ ૭ વોર્ડની ૨૮ બેઠક પર ભાજપ એકલા હાથે લડયું હતું. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ટિકિટોની વહેચણી કરી લીધી હતી. જેના કારણે ખરાખરીનો જંગ જામશે અને ધારાસભાની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજે જાહેર થયેલા જનાદેશમાં ભાજપે ચાર બેઠકના વધારા સાથે ૧૮ સીટ પર જીત મેળવી હતી. જેમાં વોર્ડ નં.૧,૨,૪ અને ૬ મળી ચાર વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. તો વોર્ડ નં.૩માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. વોર્ડ નં.૫ અને ૭માં ભાજપના એક-એક ઉમેદવાર, વોર્ડ નં.૭માં કોંગ્રેસના ત્રણ અને વોર્ડ નં.૫માં આપના ત્રણ ઉમેદવાર વિજેતા ઘોષિત થયા હતા. ઉલ્લેખનિય છે કે, સ્પષ્ટ બહુમતી મળતા ગારિયાધારમાં સાતમી ટર્મ ભાજપ શાસનની ખુરશી ઉપર બેઠશે તેમ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ રાઠોડે જણાવ્યું હતું.

વિજેતા થયેલા ઉમેદવાર અને મળેલા મતની સંખ્યા

વોર્ડ નં.

વિજેતા ઉમેદવાર

પક્ષ

મળેલા  મત

વર્ષાબેન મકવાણા

ભાજપ

૧૦૩૮

મીનાબેન બારૈયા

ભાજપ

૧૨૭૧

નાથાભાઈ ટોટા

ભાજપ

૧૨૪૪

અરવિંદભાઈ વાઘાણી

ભાજપ

૧૨૪૨

નીશાબેન જાદવ

ભાજપ

૯૭૬

વનિતાબેન કંટારિયા

ભાજપ

૯૭૦

હિતેષભાઈ ઝાલા

ભાજપ

૮૭૪

વિજયભાઈ નથવાણી

ભાજપ

૮૮૯

હિનાબેન રેવર

કોંગ્રેસ

૧૩૮૪

હસીનાબેન સૈયદ

કોંગ્રેસ

૧૩૨૪

ફિરોઝભાઈ ચૌહાણ

કોંગ્રેસ

૧૫૭૫

આસીફભાઈ ખેરડિયા

કોંગ્રેસ

૧૭૦૬

નીતાબેન ગોહિલ

ભાજપ

૧૨૦૪

મધુબેન જેઠવા

ભાજપ

૧૦૬૮

વિઠ્ઠલભાઈ જાદવ

ભાજપ

૧૦૬૬

પ્રફુલ કાત્રોડિયા

ભાજપ

૧૨૨૮

ઈન્દ્રાબા પરમાર

આપ

૯૬૩

પ્રિયાબેન વાઘેલા

ભાજપ

૭૯૩

તુળશીભાઈ રોય

આપ

૯૭૬

વસંતકુમાર ગોપાણી

આપ

૮૯૩

સોનલબેન સોલંકી

ભાજપ

૧૦૭૯

શિવાંગીબેન પરમાર

ભાજપ

૧૨૬૯

સવજીભાઈ દેવાણી

ભાજપ

૧૪૦૯

ભાવેશભાઈ દેત્રોજા

ભાજપ

૧૩૫૧

ફિઝાબેન ચૌહાણ

કોંગ્રેસ

૭૩૪

જયાબેન ચૌહાણ

ભાજપ

૭૫૦

મુકેશભાઈ બાબારિયા

કોંગ્રેસ

૭૮૮

અશોકભાઈ ભરોળિયા

કોંગ્રેસ

૮૨૩


Google NewsGoogle News