વડોદરાના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા પાસે પાણીની લાઈનમાં ભંગાણથી જળબંબાકાર
Vadodara Water Line Damage : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર નગર ચાર રસ્તા પાસે રોડની વચ્ચોવચ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્ય જોવા મળ્યા હતા. પાણીની લાઈનમાં ભંગાણના કારણે પીવાનું હજારો લિટર ચોખ્ખું પાણી ગટરમાં નકામું વહી ગયું હતું.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાઈન લીકેજના રીપેરીંગમાં કામગીરી બરાબર નહીં કરવામાં આવતા તેમજ રોડ પર વાહનોના સતત આવજાના કારણે અને તેના પ્રેશરથી લાઈન ક્રેક થઈને લીકેજ સર્જાય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં હજુ પણ પાણીનું પ્રેશર નહીં મળતું હોવાની ફરિયાદો છે, બીજી બાજુ લાઈન ભંગાણના કારણે પીવાનું પાણી મળતું નથી. લીકેજના બનાવો વારંવાર ન થાય તે માટે રીપેરીંગની કામગીરી કોર્પોરેશન બરાબર કરે તેવી માગણી સામાજિક કાર્યકરે કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરી છે.