વડોદરામાં પાણીની નળીકા બદલવાની કામગીરીના કારણે પાણીગેટ ટાંકીથી કાલે પાણી વિતરણ થશે નહીં
Vadodara : હયાત પાણીની નળીકાને બદલવાનું કામ આવતીકાલે હાથ ધરાનાર હોય પાણીગેટ પાણીની ટાંકીથી કાલે સાંજનું પાણી અલગ અલગ ત્રણ વિસ્તારમાં વિતરણ કરાશે નહીં. જેના કારણે અંદાજે અડધો લાખ નાગરિકોએ હાલાકી વેઠવી પડશે.
મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ ચાર રસ્તા જતા ડાબી બાજુ કીશનવાડી પોલીસ ચોકી જવાના રસ્તે બહાર આવેલ પંચમુખી હનુમાનજી મંદીર પાસેથી પસાર થતી હયાત 500 મીમી વ્યાસની નળીકાને નવીન નાખવામાં આવેલ 400 મીમી વ્યાસની નળીકા સાથે જોડાણ કરવાની, કામગીરી તા.18.01.2025 શનિવારના રોજ સવારે હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી પાણીગેટ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં આવેલ સાંજના ઝોન 4થી 5 વાગ્યાનો વાઘોડીયા રોડ તરફનો વિસ્તાર, 5:30થી 6:30નો ફતેપૂરા તરફનો વિસ્તાર તથા 6:30થી 7:30નો રાવપુરા કીશનવાડી તરફના વિસ્તારમાં તા.18.01.2025ના રોજ શનિવારના સાંજના સમયે પાણીનું વિતરણ કરવામાં આવશે નહી. તા.19.01.2025ના રવિવારના રોજ પાણીગેટ ટાંકીથી વિતરણ થતા સાંજના ઝોનમાં પાણીનું વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે.