Get The App

કતારગામ ખાતે વાલ્વ રીપેરીંગ કામગીરીના કારણે પાણી પુરવઠો અવરોધાશે

- કતારગામ વોટર વર્કસમાં જુના ઇન્ટેક વેલ ખાતે રીપેરીંગ કામગીરીને પગલે મંગળવારે ત્રણ ઝોનમા પાણી પુરવઠો ખોરવાશે

- પાલિકાના લિંબાયત અને ઉધના એ ઝોનના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહી જ્યારે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી પુરવઠો મળશે

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
કતારગામ ખાતે વાલ્વ રીપેરીંગ કામગીરીના કારણે પાણી પુરવઠો અવરોધાશે 1 - image


Image Source: Freepik

સુરત, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા વોટર વર્કસ અને ઈનટેક વેલ પર મેન્ટેનન્સની કામગીરી તબક્કાવાર થઈ રહી છે. આગામી મંગળવારે કતારગામ વોટર વર્કસ અને ઇન્ટેક વેલમાં  નોન રીટર્ન વાલ્વ રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે આગામી મંગળવારે પાલિકાના લિંબાયત અને ઉધના એ ઝોનના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહી જ્યારે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે. જેના કારણે આ સમય દરમિયાન લોકોને કરકસર પુર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે. 

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં કતારગામ વોટર વર્ક્સ  ખાતે હાલ જુના ઈન્ટેકવેલમાં 600 એમ.એમ. ડાયા.નો નોન રીટર્ન વાલ્વ રિપ્લેસ કરવાની અગત્યની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગામી  મંગળવારે 13 ફેબ્રુઆરી ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ કામગીરી ચાલશે. આ કામગીરી દરમિયાન લિંબાયત ઝોનના કિન્નરી જળ વિતરણ મથકથી જે વિસ્તારમાં પાણી સપ્લાય થાય છે તે વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં. લિંબાયત ઝોનમાં સાંજનો સપ્લાય થાય છે તેવા  ભાઠેના-1, ઉમિયાનગર, મગડુમનગર, સલીમનગર, પ્રકાશ એન્જીનીયરીંગની ગલી, EWS ક્વાર્ટસ, જવાહરનગર, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની, હળપતિ કોલોની, નવી કોલોની, ખ્વાજા નગર, બાગબાન ગલીનો વિસ્તાર, ચીમની નો ટેકરો, બેડ્ડી કોલોની, નહેરૂનગર, D-ટાઈપ ટેનામેન્ટ, ગાંધીનગર, સલીમનગર, ઈસ્લામપુરા, રઝા નગર, મિલેનિયમ માર્કેટ વિસ્તાર અને જૂના ડેપોનો વિસ્તાર વિગેરે વિસ્તારમાં અપાતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

આ ઉપરાંત ઉધના એ ઝોનમાં સાંજના સમયે અપાતો પાણી પુરવઠો આપવામાં આવે છે તેવા   જુના બમરોલીના અપેક્ષા નગર, હરીઓમ નગર, પુનિત નગર, દેવી દર્શન સોસાયટી, જય જવાન જય કિસાન સોસાયટી અને ગોવાલક વિસ્તારના અંબિકા નગર, આશાપુરી સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર, લક્ષ્મી નગર, કરસન નગર, હીરા નગર અને કર્મયોગી સોસાયટી વિગેરે વિસ્તારમાં અપાતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

જ્યારે  કતારગામ વોટર વર્કસ થી બપોરના સમયે પાણી પુરવઠો આપવામા આવે છે તેવા વરાછા વિસ્તાર અને કતારગામ વિસ્તારના ઈન્ટરનલ વિસ્તારો જેવા કે, કતારગામ ગામતળ, વેડ દરવાજા, કતારગામ દરવાજા, પંડોળ, રેલ રાહત કોલોની, ગોટાલાવાડી, રહેમત નગર અને સુમુલ ડેરી તથા  સેન્ટ્રલ ઝોન વિસ્તાર, કતારગામ ઝોન વિસ્તાર, કતારગામ બાળાશ્રમ આસપાસનો વિસ્તાર માં અપાતો પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે.

આ ઉપરાંત  અશ્વનીકુમાર વોટર વર્કસ થી પાણી પુરવઠો આપવામાં આવે છે તેવા વરાછા વિસ્તાર અશ્વિની કુમાર, અશ્વિની કુમાર ફુલપાડા, પટેલ નગર, રામબાગ, ધરમનગર રોડ, વલ્લભાચાર્ય રોડ, સૂર્યપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તથા આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે. આ સમય દરમિયાન લોકોને કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરુરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે અપીલ કરવામાં આવી છે.


Google NewsGoogle News