Get The App

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકાયા 1 - image


સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં રેડ અને એલર્ટ ઓરેન્જ જાહેર કરવામા આવ્યું છે તેની સાથે જ  શહેરીજનો માટે ગરમીથી બચવું અઘરું પડે છે તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓને પણ ગરમીથી બચવા માટે અનેક મુશ્કેલી ઉભી થઈ છે. જોકે, સુરતના સરથાણા પ્રાણી સંગ્રાહલયનો સ્ટાફ એલર્ટમાં  પ્રાણીઓને ગરમી સામે રાહત આપવા  સજ્જ થઈ ગયો છે. જેના કારણે  પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ, ફુવારા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ગરમી વધે તો પીંજરા સામે કુલર મુકવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. 

સુરતમાં દિવસેને દિવસે આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે  અને હાલ જ મે મહિનામાં પડે તેવી આકરી ગરમી પણ શરુ થઈ ગઈ છે. આ ગરમીના કારણે સુરતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને દિવસ દરમિયાન ઘરની બહાર ભાગ્યે જ નિકળે છે. આવી સ્થિતિમાં પાલિકાના સરથાણા નેચર પાર્કમાં રાખવામાં આવેલા પશુ પક્ષીઓને પર પણ આ ગરમીની અસર જોવા મળી રહી છે. આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે હાલના તબક્કે ઠંડા પાણીના ફુવારા શરૂ કરી દેવામાં આવ્યા છે. પ્રાણીઓ સાથે સાથે હવે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા શરૂ કરી દેવાયા છે. આકાશમાંથી આગ વરસતી ગરમી હોય તેવા બપોરે આકરા તાપ દરમિયાન ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે.

પાલિકાના પ્રાણી સંગ્રહાલયના અધિકારી ડો. રાજેશ પટેલ કહે છે, હાલ આકરી ગરમી શરુ થઈ ગઈ છે પરંતુ હજી સુધી માંસાહારી પ્રાણીઓ ના ખોરાકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. આ ગરમીથી પ્રાણીઓને રક્ષણ મળે તે માટે  દીપડા, વાઘ, સિંહ અને રીંછ જેવા માસાહારી પ્રાણીઓ સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા મુકવામાં આવ્યા છે. આકાશમાંથી આગ વરસતી ગરમી હોય તેવા બપોરે આકરા તાપ દરમિયાન ફુવારા ચાલતા હોવાથી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત મળી રહી છે. હાલની ગરમીથી બચવા માટે આ કામગીરી કરવામાં આવી છે આગામી દિવસોમાં જો વધુ ગરમી પડે તો કુલરની સુવિધા પણ ઉભી કરાશે. 

હાલમાં ગરમી વધુ છે એટલે પ્રાણીઓના નાઈટ શેલ્ટર ખુલ્લા મુકવામાં આવ્યા છે જો વધુ ગરમી લાગે તો પ્રાણીઓ નાઈટ શેલ્ટર માં આવી જાય છે. દિવસ દરમિયાન ચાલતા આ ફુવારાના કારણે ઠંડક રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે તેથી મુલાકાતીઓને પ્રાણીઓ જોવા મળે છે.

Tags :